સાવરકુંડલાના નાના ભામોદ્ર ગામે 108 એ 8 વર્ષના બાળકને ઇમરજન્સી સારવાર આપી જીવ બચાવ્યો

Local | Amreli | 18 April, 2024 | 12:07 PM
સાંજ સમાચાર

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત 108 ની સેવાને અમરેલી જિલ્લા સાવરકુંડલા તાલુકાના નાના ભામોદ્ર ગામ નો એક કેસ સાવરકુંડલા 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો જે માં 8 વર્ષ ના બાળકને ને અતી ગરમીના લીધે પાણી ઘટી જતાં અને ખુબજ તાવ અને શ્ર્વાસ લેવામાં તકલીફ હોવાને લીધે તેની હાલત ગંભીર જણાતા બાળક ને તુરંત સારવાર ની જરૂર હતી જે થી કોલર દ્વારા 108 નંબર પર કોલ કરવામાં આવ્યો અને આ કેસ સાવરકુંડલા ની 108 એમ્બ્યુલન્સને બપોરે 13:24 કલાકે કેસ મળતા ની સાથે 108 ની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી. 

દર્દીના ઘરે પહોંચી દર્દીની તપાસ કરતા જાણવા મળ્યું કે એક આઠ વર્ષનું બાળક છે જેની હાલત ખૂબ જ ગંભીર છે જેને શરીરનું પાણી ઓછું થઈ ગયું હોય અને ખૂબ જ તાવ હતો અને સાથોસાથ તેને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ જણાય રહી હતી જેથી સાવરકુંડલાના ઇએમટી ભાવના બાંભણિયા દ્વારા સ્થળ પર જ બધી તપાસ કરી પ્રાથમિક સારવાર આપી અને બાળક ને 108 એમ્બ્યુલન્સમાં લઈ અને 108 ના કોલ સેન્ટર પર ઉપસ્થિત ઉપરી ફિઝિશિયન ડોક્ટર સાથે વાતચીત કરી અને તેમની સલાહ મુજબ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હોય જેથી નેબ્યુલાઈઝર સાથે ઓક્સિજન આપ્યું અને બાળકને ઠંડા પાણીના પોતા મૂકવામાં આવ્યા અને ઉપરી ફિઝિશિયનની સલાહ મુજબ રસ્તામાં જ જરૂરી સારવાર આપવામાં આવી હતી અને પાયલોટ ગૌતમ કુબાવત દ્વારા સમયસૂચકતા વાપરી દર્દીને જરૂરી સારવાર આપી સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા, આમ અમરેલી જિલ્લાના સાવરકુંડલા 108 ની ટીમ દ્વારા સમયસર બાળક્ને સારવાર આપી ત્વરિત હોસ્પિટલ પહોંચાડી બાળક નો જીવ બચાવવામાં આવ્યા હતો અને સાવરકુંડલા 108 ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી તેમજ આ કામગીરી બદલ 108 ના અધિકારી દ્વારા તેમને બિરદાવામાં આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj