અમેરિકાનાં કેલીફોર્નિયાનાં સેરોટીસ સીટીમાં મુળ ઉપલેટાનાં નરેશભાઇ સોલંકી સતત ત્રીજી વખત મેયરપદે ચૂંટાયા

Local | Dhoraji | 19 April, 2024 | 10:42 AM
આહિર સમાજનાં નરેશભાઇએ અમેરિકાના ઇતિહાસમાં રેકોર્ડ સર્જી દીધો
સાંજ સમાચાર

(ભોલુ રાઠોડ) ઉપલેટા, તા. 19 નાની ઉંમરમાં ભારતીય યુવાન અમેરિકામાં કેલીફોર્નિયા રાજયના સેરોટીસ સીટીના સતત ત્રીજી વખત મેયર ચૂંટણાઇએ અમેરિકાના ઇતિહાસનો રેકોર્ડ હશે જે દેશ વિદેશમાં વસતા ગુજરાતી સમાજ અને રાજકોટ જીલ્લા ઉપલેટા અને સમસ્ત આહિર સમાજનું નરેશભાઇ સોલંકીએ ગૌરવ અપાવ્યું છે. મુળ ઉપલેટાના સોરઠીયા આહિર સમાજના બાપ દાદાનો મુળ ધંધો ખેતીવાડી હતો અને હજુ પણ છે આવા ગૌરવરૂપ નરેશભાઇ જીવાભાઇ સોલંકી ર01પમાં સેરોટીસ સીટી કાઉન્સીલમાં ચુંટાયા હતા અને ર0ર0માં ફરીથી ચૂંટાયા હતા ર016 અને ર018માં મેયર પ્રો ટેમ અને ર019 અને ર0ર0માં મેયર બન્યા હતા. 1988થી સેરોટીસ નિવાસી કાઉન્સીલ મેમ્બર તેઓ અગાઉ પ્લાનીંગ કમિશ્નર તરીકે સેવા આપી હતી. ર007 થી ર01પ સુધી કાઉન્સીલ મેમ્બર સીટી કાઉન્સીલ બજેટ, ફાયનાન્સ પરફોર્મિંગ આર્ટસ પર્સોનલ, પબ્લીક સેફટી ઓટોમોલ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સીટીઝ એસો., લોસ એન્જલન્સ કાઉન્ટી સીટી સિલેકશન કમીટી, ગેટવે સીટીઝ કાઉન્સીલ ઓફ ગર્વમેન્ટસ, ગેટવે સીટીઝ કાઉન્સીલ ઓફ ગર્વમેન્ટસ-91/605/405 કોરીડોર સીટીઝ કમટી, સેનીટેશન ડીસ્ટ્રીકટ ર,3બ્,18 અને 19માં કાઉન્સીલના પ્રતિનિધિ તરીકે સેવા આપે છે, વેસ્ટ મેનેજમેન્ટ અને એસઇએલએસીઓ વર્ક ફ્રોશ ડેવલપમેન્ટ બોર્ડ-પોલીસીબોર્ડ તે સધરર્ને કલીફોનિયા એસોસીએશન ઓફ ગર્વમેન્ટસના સીટીના વેકલીક પ્રતિનિધિ છે. કાઉન્સીલ મેમ્બર સોલંકી નરેશભાઇ સેરોટીસ ઓપ્ટીમીન્સ મીસ્ટ કલબ અઅને સેરોટીસ રીજનલ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય છે તેઓ લાયન્સ કલબ અને રોટરી કલબ તેમજ ગ્લાઇન્ડ સ્ટાર્ટ ઓફ અમેકિરાના સ્થાનિક પ્રકરણો સાથે સંકળાયેલા છે. તેમજે સમર્થન આપે છે તેઓ રીટેલ ગ્રોસરી સુપર માર્કેટના સીઇઓ પ્રમુખ છે. અને તેઓ હોસ્પિટાલીટી વ્યવસાયમાં પણ છે. કાઉન્સીલ મેમ્બર સોલંકી નરેશભાઇ એ તેમના પત્ની પ્રીતિબેનને બે પુત્રો મેહુલ અને જય તેમજ પુત્રી જાશ્મીન છે. વતનનું ઋણ અદા કરવા માટે છેલ્લા ર1 વર્ષથી તેમનો પરિવાર ઉપલેટામાં ડિસેમ્બર મહિનામાં મેગા મેડીકલ કેમ્પનું ભવ્ય આયોજન કરે છે. હાલમાં ઉપલેટામાં તેમની ખેતી અને બાંધકામ સહિતનો બિઝનેસ પણ ચાલુ છે અને વર્ષ દરમ્યાન તેઓ કોઇને કોઇ પ્રસંગે અચુક આવે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj