રાજકોટ. તા.13
લોકસભા ચૂંટણી નજીક આવતાં કોઈ લુખ્ખાઓ હથિયારો સાથે ફરી શાંતિ ભંગ ન કરે તે માટે શહેર પોલીસે પેટ્રોલિંગ વધારી પિસ્તોલ જેવા હથિયારો સાથે શખ્સોને પકડી રહી છે. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પરથી પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે શાપરના નિલેશ ચૌહાણને એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.
શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી,ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ અને એસીપી ક્રાઇમ ભરત બસીયાએ આગામી લોકસભા ચુંટણીમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા કરેલ સૂચનાથી એસઓજી પીઆઈ જે.એમ.કૈલાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ફીરોજ શેખ, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલાને શાપર-રાજકોટ હાઈવે રાજકોટ લેબના ગેટ પાસે રોડ પર એક શખ્સ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતુસ નંગ 2 સાથે ઉભો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે બાતમીના સ્થળેથી નિલેષ પ્રવિણ ચૌહાણ (ઉ.વ.24), (રહે.ભકિતનગર સોસાયટી બિલીપત્ર એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 101 શાપર, મુળ રહે.હાઉસીંગ સોસાયટી બ્લોક નં. 123 માંગરોળ) ને પકડી ગેર કાયદેસરની દેશી બનાવટની એક પિસ્તોલ રૂ.25 હજાર અને જીવતા કારતુસ નંગ-2 કબ્જે કરી પિસ્તોલ અને કારતુસ કોની પાસેથી મેળવ્યા તે અંગે પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy