રાજકોટ,તા.9
એકલવાયુ જીવન જીવતો નિમિષ ભિમલાણીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને જાણ કરી હતી. બનાવની વિગત મુજબ ગઈ કાલે 108ની ટીમને જાણ થઈ થઈ હતી કે અતિથિ ચોક તીર્થ ભૂમિ એપાર્ટમેન્ટ પાસે એક અજાણ્યા પુરૂષ ઝેરી દવા પીધેલ હાલતમાં પડેલ છે.
જેને 108ની ટીમે તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને જાણ કરતાં પોલીસે અજાણ્યા પુરૂષની ઓળખ મેળવી હતી.
અજાણ્યો પુરૂષ નિમિષ લીલારામ ભિમલાણી (ઉ.વ.48) હોવાનું ખુલ્યું હતું. તેઓ અતિથિ ચોકમાં ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટીનું કામ કરતો હતો. યુવક એકલવાયુ જીવન જીવતો હતો. મૃતક પાંચ ભાઈ અને એક બહેનમાં ચોથા નંબરનો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy