હવે સંસદમાં શપથ બાદ સૂત્રોચ્ચાર નહીં થાય, સ્પીકર ઓમ બિરલાએ નિયમોમાં ફેરફાર કર્યા

India, Politics | 04 July, 2024 | 03:36 PM
સાંજ સમાચાર

ન્યુ દિલ્હી : 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદના સભ્ય તરીકે શપથ લીધા બાદ ’જય ભીમ, જય મીમ, જય તેલંગાણા’ અને અંતે ’જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને નવો વિવાદ સર્જ્યો હતો . ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.

આ મામલે વિવાદ વધ્યા બાદ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ હવે સાંસદોની શપથવિધિ અંગેના નિયમોમાં ફેરફાર કરીને તેને વધુ કડક બનાવ્યા છે. નવા નિયમ મુજબ હવે ભવિષ્યમાં શપથ લેનારા ચૂંટાયેલા સાંસદોએ બંધારણ હેઠળના શપથના ફોર્મેટ મુજબ શપથ લેવાના રહેશે. હવે સાંસદો શપથ લેતી વખતે ના તો સૂત્રોચ્ચાર કરી શકશે અને ન તો તેમના શપથમાં અન્ય કોઈ શબ્દ ઉમેરી શકશે.

લોકસભાના સ્પીકરની સૂચના અનુસાર, લોકસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમોના નિયમ 389 (સત્તરમી આવૃત્તિ)માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નિયમ 389ની સૂચના-1માં ક્લોઝ-2 પછી નવો ક્લોઝ-3 ઉમેરવામાં આવ્યો છે.

આ મુજબ, સભ્ય ભારતના બંધારણની ત્રીજી અનુસૂચિમાં હેતુ માટે નિર્ધારિત ફોર્મ અનુસાર જ શપથ લે અને સબ્સ્ક્રાઇબ કરશે. શપથના ઉપસર્ગ અથવા પ્રત્યય તરીકે કોઈએ કોઈ ટિપ્પણી કરવી નહીં અથવા અન્ય કોઈ શબ્દ અથવા અભિવ્યક્તિનો ઉપયોગ કરવો નહીં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj