આઇટીઆઇ કોલેજ પાસેથી તમંચા સાથે કુખ્યાત સલીમ જુણેજા ઝડપાયો

Crime | Rajkot | 24 April, 2024 | 05:05 PM
દારૂ, મનીલેન્ડ, ઘરફોડ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલ શખ્સને એસઓજીની ટીમે દબોચી પુછપરછ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 24
અમુલ સર્કલ નજીક આઇટીઆઇ કોલેજ પાસેથી દેશી તમંચા સાથે કુખ્યાત સલીમ જુણેજાને એસઓજીની ટીમે દબોચી પુછતાછ હાથ ધરી હતી.  પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પી.આઇ. જે.એમ.કૈલાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ઝાલાને અમુલ સર્કલથી આજી ડેમ ચોકડી તરફ આઇટીઆઇ કોલેજની સામે આનંદ નાસ્તા હાઉસ લારી પાસે ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઉભો હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી સમીર ઉર્ફે સલીમ ઉર્ફે સલીયો આમદ જુણેજા (ઉ.વ.ર3, રહે. આનંદનગર મેઇન રોડ, બ્લોક નં. એલ-6, નિલકંઠ સિનેમા સામે, કોઠારીયા રોડ)ને પકડી તેની  તપાસ કરતા તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો મળી આવતા સમીર ઉર્ફે સલીમની એસઓજીની ટીમે ધરપકડ કરી રૂા. પાંચ હજારનો તમંચો કબ્જે કર્યો હતો. 

એસઓજીની ટીમે સમીર તમંચો કયાંથી લાવ્યો અને કોઇ ઉપયોગમાં લેવાનો હતો કે કોઇને સપ્લાય કરવાનો હતો. તે અંગેની પુછતાછ કરવા રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી સમીર ઉર્ફે સલીમ વિરૂધ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં દારૂ, ઘરફોડ ચોરી, મનીલેન્ડ સહિતના 9 ગુના નોંધાયેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj