હિન્દુ નામ ધારણ કરી વિધવા મહિલા પર દુષ્કર્મ આચરનાર કુખ્યાત યાસીન ઉર્ફે ભુરો ઝડપાયો

Crime | Rajkot | 23 April, 2024 | 04:36 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.23
રાહુલ પ્રજાપતિ નામ ધારણ કરી વિધવા મહિલા પર અનેકવાર દુર્ષ્ક્મ કરનાર કુખ્યાત હીસ્ટ્રીશીટર યાસીન ઉર્ફે ભુરાની ક્રાઈમ બ્રાંચની ટીમે સાંઢીયા પુલ પાસેથી ધરપકડ કરી હતી.

બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમને 18 વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતા બાદમાં તેમના પતિએ આપઘાત કરી લીધો હતો. આઠેક વર્ષ પહેલા મોબાઈલ રીચાર્જ કરવા ગયેલ ત્યારે યાસીન ઉર્ફે ભુરાનો પરીચય થતા મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. જેથી અવારનવાર તેની સાથે વાતચીત કરી એકબીજાને રૂબરૂ મળતા હતા.

સાથે તેણીનો પુત્ર પણ મળવા આવતો હોવાથી તેણે કહ્યું હતું કે મમ્મી આને ડેડી કહું જેના કારણે યાસીન ઉર્ફે ભુરા પ્રત્યે લાગણી થતા તેનું નામ પુછતા રાહુલ કહ્યું હતું. એટલું જ નહીં પોતે હિન્દુ હોવાનું અને છુટાછેડા થઈ ગયા હોવાનું કહ્યું હતું અને સાથોસાથ પોતાના પરીવારના સભ્યો સાથે પણ મુલાકાત કરાવી હતી. બાદમાં કહ્યું કે આપણે રીલેશનશીપમાં રહી બાદમાં લગ્ન કરી લેશું.

દરમ્યાન તેને લગ્નની લાલચ આપી મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધતો હતો ત્યાર બાદ યાસીન ઉર્ફે ભુરાની ગુજસીટોકમાં અટકાયત થઈ હતી. જેમાં સાડા ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. થોડા સમય પહેલા જેલમાંથી છુટી ઘરે આવ્યો ત્યારે પરીવારજના સભ્યોએ તેના વિશે મોબાઈલ ફોનમાં કોઈની સાથે વાતચીત કરતી હોવાની ચડામણી કરતા શંકા કુશંકા કરી મારકૂટ શરૂ કરી દીધી હતી.

તેણી નાના મોટા કામ કરી જે પણ કંઈ કમાતી તે યાસીન લઈ બળજબરીથી વાપરી નાખતો હતો.  લગ્નનું કહેતા એટલું જ નહીં મકાનમાં જે રહે છે તેના કાગળો જબરદસ્તીથી લઈ ફાડી સળગાવી નાખ્યા હતા.  બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પીએસઆઈ ડી.સી. સાકરીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.

ત્યારે સાથેના એએસઆઈ રણજીતસિંહ પઢારીયા, હે.કો. સંજય દાફડા અને હરદેવસિંહ રાઠોડને મળેલ ચોકકસ બાતમીના આધારે કુખ્યાત આરોપી યાસીન ઉર્ફે ભુરો ઓસમાણ કઈડા રહે. લાખાબાપાની વાડી, કમેટી ચોક પાસે જામનગર રોડને સાંઢીયા પુલના ખુણા પાસેથી પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉલ્લેખનીય છે કે, કુખ્યાત આરોપી યાસીન ઉર્ફે ભુરા વિરૂધ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં મારામારી, હત્યાનો પ્રયાસ, લુંટ સહિતના ગુનાઓ નોંધાયેલ છે. તેમજ ગુજસીટોક હેઠળ પણ જેલની હવા ખાઈ આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj