ભાણવડ પંથકના કુખ્યાત બુટલેગરને પાસા તળે સાબરમતી જેલહવાલે કરાયો

Crime | Jamnagar | 27 April, 2024 | 12:16 PM
સાંજ સમાચાર

જામ ખંભાળિયા, તા.27
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં દારૂ અંગેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મોરઝર ગામના રહીશ વિજય ઉગાભાઈ બગડા નામના 35 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા હતા. હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણપણે અંકુશ મેળવી અને આ ચૂંટણી શાંતિમય વાતાવરણમાં યોજાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલને આપેલી સૂચનાને અનુલક્ષીને ઉપરોક્ત શખ્સ સામે પાસા અંગેના જરૂરી દસ્તાવેજો તૈયાર કરી, આ અંગેની દરખાસ્ત જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને મંજૂર રખાતા આરોપી વિજય ઉગાભાઈ બગડા સામે અટકાયતી વોરંટ કરવામાં આવ્યું હતું.

ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તથા એલ.સી.બી. પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સને રાઉન્ડ અપ કરી, પાસાના વોરંટની બજવણી કરાયા બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.(તસ્વીર : કુંજન રાડીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj