મુંબઇ, તા.9
દુનિયાભરના થિયેટરોમાં હંગામો મચાવનાર એચ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’ની કથા હવે નવા અંદાજમાં દર્શકોને જોવા મળશે. ટુંક સમયમાં જ ઓટીટી પ્લેટ ફોર્મ પર ‘બાહુબલી’ની એનિમેશન સીરીઝ ‘બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ’ પ્રસારિત થશે. રાજામૌલી પોતાની ફિલ્મને પ્રિક્વસ તરીકે ઓટીટી પર લાવી રહ્યા છે.
રાજામૌલીએ આ બાબતે જણાવ્યું હતું કે તે ઘણા વર્ષોથી એનિમેશન ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. એનિમેશન બનાવવાનો વિચાર મારા મગજમાં ઘણા વર્ષોથી છે.
રાજામૌલીએ જણાવ્યું હતું કે હું જેમ જેમ ફિલ્મ બનાવું છું તેમ તેમ શીખું છું, પણ તે જાણકારીનો ઉપયોગ મારી ફિલ્મોમો કરું છુ.ં ‘બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ’ના કો-પ્રોડ્યુસર શરદ દેવરાજનનું કામ જોઇને મને ઘણું બધું શીખવા મળ્યું છે.
‘બાહુબલી’ને એનિમેટેડ સીરીઝના રૂપમાં લાવવાનું કારણ બતાવતા રાજામૌલી કહે છે - જ્યારે અમે ‘બાહુબલી’ ફિલ્મની દુનિયા અને પાત્રના ગ્રાફ રચી રહ્યા હતા ત્યારે અમને લાગતું હતું કે તેમાં ઓડિયન્સ માટે ફિલ્મથી પણ ઘણું બધું છે. હોલીવૂડમાં જ્યારે પણ કોઇ બ્રાન્ડ ક્રિેએટ થાય છે. તો તે અલગ અલગ ફોર્મમાં આવતી-જતી હોય છે, પણ ઇન્ડિયામાં આવું નથી થતું. ઇન્ડિયામાં જો કોઇ ફિલ્મ સારી ચાલે છે તો બોક્સ ઓફિસ પર ખતમ થઇ જાય છે.
અમે એવું નહોતા ઇચ્છતા, અમે આ ફ્રેન્ચાઇઝીને આગળ વધારવા માગતા હતા પણ અમને ખબર નહોતી કે આમ કેવી રીતે કરવું. રાજામૌલીએ અમે ફિલ્મ બનાવવામાં એક્સપર્ટ છીએ, એનિમેશન કે ગેમીંગ બનાવવામાં નહીં.
આ માટે યોગ્ય વ્યકિત શોધવામાં અમને સમય લાગ્યો, જ્યારે શરદ દેવરાજને તેને એનિમેશનમાં બનાવવાનું તેનું વિઝન બતાવ્યું કે કેવી રીતે ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશમાં એનિમેશન બાળકોની કાર્ટુન ફિલ્મથી આગળ નથી વધી શક્યું અને તે તેને જાપાન અને પશ્ર્ચિમી દેશોની જેમ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માગે છે, તો અમે તેની સાથે જોડાઇ ગયા, અમારી કોશિષ ‘બાહુબલી’ને અલગ અલગ માધ્યમમાં લઇ જઇ લોકો સુધી પહોંચાડવાનું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy