હવે મંજૂરી વગર હોર્ડિંગ-બોર્ડ ખડકનારા સામે પોલીસ કેસ : દુર્ઘટનાની જવાબદારી એજન્સીના સંચાલકની..

Local | Rajkot | 03 July, 2024 | 04:08 PM
મુંબઇના બનાવ બાદ ચોમાસામાં ચેતવણી આપતું કોર્પોરેશન : લેખિત પરવાનગી ફરજીયાત
સાંજ સમાચાર

રાજકોટ, તા.3
ચોમાસુ શરૂ થઇ ચૂકયું છે ત્યારે જોખમી હોર્ડિંગના કારણે કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે કોર્પો.એ ચેકીંગ સહિતનો  રાઉન્ડ પૂરો કરી લીધો છે. હવે કોઇ વ્યકિત કે એજન્સી મંજૂરી વગર હોર્ડિંગ સાઇટ ઉભી કરશે તો તેની સામે પોલીસ કેસ સહિતની ધોરણસર કાર્યવાહી કરવાની ચીમકી મનપાએ જાનમાલના હિતમાં જાહેર કરી છે. 

મનપાની એસ્ટેટ શાખાએ આજે જાહેર કર્યુ હતું કે, ધી જી.પી.એમ.સી એકટ 1949ની કલમ 244 અનુસાર મહાનગરપાલિકા વિસ્તારમાં તંત્રની પૂર્વ મંજુરી વિના, ખાનગી મિલ્કત પર કે જાહેર સ્થળોએ કોઇપણ આસામી દ્વારા હોર્ડિંગ બોર્ડ ઉભા કરી શકાતા નથી. ફક્ત મહાનગરપાલિકાની પરવાનગી મેળવી અને નિયત લાઇસન્સ ફી ભર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું હોર્ડિંગ બોર્ડ ઉભુ કરી શકાય છે.

કોઇપણ આસામીએ તંત્રની પુર્વ લેખિત પરવાનગી સિવાય ખાનગી મિલ્કત પર કે જાહેર સ્થળે હોર્ડિંગ બોર્ડ ઉભા કરવા નહિ અને આ પ્રકારે બોર્ડ ઉભા કરવામાં આવ્યે, મિલકત ધારક તથા બોર્ડ ઉભુ કરનાર એજન્સી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

કોઈપણ રીતે આવા બોર્ડ પડવાથી કોઇપણ વ્યકિત કે વસ્તુને ઇજા, નુકસાન કે જાનહાનિ થયે તેની સંપુર્ણ જવાબદારી જે તે મિલકત માલિક અને બોર્ડ ઉભુ કરનાર એજન્સીની અંગત રહેશે.

મુંબઇમાં હોર્ડિગ બોર્ડ પડયા બાદ રાજકોટ કોર્પો.એ નોટીસ અને બોર્ડ હટાવવાની કડક કાર્યવાહી કરી હતી. રાજકોટમાં કમનસીબે આવો કોઇ બનાવ બને તો તમામ જવાબદારી હોર્ડિંગ મુકનારની થશે અને પોલીસ કેસનો સામનો કરવો પડશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj