બોટાદના પાળિયાદ રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની સોસાયટીમાં બ્લોક ફીટ કરવાની પધ્ધતિ સામે રહીશોનો વાંધો

Local | Botad | 07 May, 2024 | 12:32 PM
સાંજ સમાચાર

(દિનેશ બગડીયા) બોટાદ તા.7
 બોટાદ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીના રહેણાંક વાળા વિસ્તારમાં હાલમાં બ્લોક ફીટ કરવાની કામગીરી ચાલી રહી છે તેના વિરોધમાં આ વિસ્તારના રહીશોની વિવિધ અનેક ફરીયાદો છે તે યોગ્ય કરવામાં નહી આવે તો આંદોલનના ભણકારા વાગી રહ્યા છે.
 

આ વિસ્તાર ઘણો જ મોટો છે. એક એરીયામાં પુરી કામગીરી કરતા નથી અને બીજા વિસ્તારમાં ખોદકામ કામગીરી ચાલુ કરાતા આ વિસ્તારમાં જયાં ત્યાં ધુળના ઢગલા જોવા મળે છે આ વિસ્તાર ધુળીયુ જોવા મળી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
 બ્લોક ફીટ કરવાની કામગીરીમાં પુરતું ખોદકામ કરવામાં આવતું નથી તથા બ્લોક ફીટ કરવાની કામગીરીમાં વપરાતી સિમેન્ટની ગુણવતા ઓછી હોય તેવા સવાલો સોસાયટીમાં ઉઠયા છે?

 બ્લોક ફીટ કરવાની કામગીરીમાં ઢાળ આપવાનો છે જેના કારણે પાણી ઢળી જાય જેની ઉપર પુરતી કાળજી રાખવામાં આવતી નથી.
 આ વિસ્તારમાં બે મોટા કોમન પ્લોટ આવેલા છે. કોમન પ્લોટની ચારે બાજુ બ્લોક ફીટ કરી રહ્યા છે કામ પુરૂ થયું નથી. જો ચારે બાજુ બ્લોક ફીટ કરવામાં આવશે તો બન્ને કોમન પ્લોટમાં વરસાદી પાણીના તળાવો ભરાશે તો જવાબદાર અધિકારીઓ એન્જીનીયર રહેશે તેમ રહીશો જણાવે છે.

 આ વિસ્તારમાં બ્લોક ફીટ કરવાની કામગીરી પહેલા ખોદકામ કરવામાં આવે છે આ સમયે આ વિસ્તારમાં મકાન માલીકોએ બુલડોઝર વાળાને સજાગ જણાવ્યું કે પીવાના પાણીની અને ગટર લાઈનો આવેલી છે.

છતાં ખોદકામ દરમ્યાન ઘણાં જ મકાન માલીકોની પીવાના પાણીની પાઈપલાઈન અને ગટર પાઈપલાઈનો તુટી જતા નવેસરથી પાઈપ લાઈનોના જોડાણ કરી આપવાની જવાબદારી કોની અને હજારો રૂપિયાની નુકશાની માટે જવાબદાર કોણ તેવા સવાલો સોસાયટીમાં ઉઠયા છે. આ પ્રશ્ને જવાબદાર અધિકારીઓ એન્જીનીયરો આ પ્રશ્ને યોગ્ય ખુલાસો કરે તેવી માંગણીઓ આ વિસ્તારના રહીશોએ કરેલ છે.
 

આ વિસ્તારમાં આવેલા બન્ને મોટા કોમન પ્લોટમાં ચારે બાજુ બ્લોક ફીટ કરવામાં આવશે તો વરસાદની સીઝનમાં આ બન્ને મોટા કોમન પ્લોટો તળાવોમાં ફેરવાઈ જશે અને પાણીની નદીઓ વહેતી થશે તેમ અંતમાં જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj