રાજકોટ, તા. 8
દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં ચૂંટણી પર્વ ઉજવાઇ રહ્યું છે. ગઇકાલે ગુજરાતમાં મતદાન થયું હતું. તેમાં રાજકોટના મતદારોએ અદા કરેલી જવાબદારી બદલ મહાપાલિકાના પદાધિકારીઓએ જાગૃત નગરજનોને અભિનંદન આપ્યા છે.
ગઇકાલે લોકસભા સામાન્ય ચૂંટણીના લોકશાહીના પર્વમાં રાજકોટ લોકસભાના મતદારોએ પોત પોતાના કામ, ધંધા, રોજગાર બંધ રાખી ઉત્સાહભેર અંદાજીત 59.60% જેટલું મતદાન કર્યુ છે. મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયાએ રાજકોટ લોકસભા બેઠકના તમામ મતદારોએ લોકશાહીના પર્વમાં પોતાની નૈતિક જવાબદારી અદા કરી મતદાન કરેલ છે તે બદલ તમામ મતદારોનો આભાર વ્યક્ત કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy