રામનવમીના દિવસે રતનપરના મંદિરમાંથી પ્રૌઢાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર મહિલા ઝડપાઈ

Crime | Rajkot | 19 April, 2024 | 04:55 PM
એસઓજીની ટીમે કુબલીયાપરાની 55 વર્ષીય બાલુ પરમારને ઝડપી રૂા.85 હજારનો સોનાનો ચેન કબ્જે કર્યો
સાંજ સમાચાર

રાજકોટ તા.19
 રામનવમીના દિવસે રતનપરમાં આવેલ રામમંદિરમાં દર્શન કરવા ગયેલ પ્રૌઢાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર કુબલીયાપરાની 55 વર્ષીય બાલુ પરમારને એસઓજીની ટીમે પકડી રૂા.85 હજારનો સોનાનો ચેન કબ્જે કરી કાયદેસરની કાર્યવા હાથ ધરી હતી.

 બનાવ અંગે ગવરીદડમાં કુંભાર શેરીમાં રહેતા નીમુબેન ભરતભાઈ મારડીયા (ઉ.57)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિ ખેતીકામ કરે છે. ગઈ તા.17ના રામનવમીના તહેવાર નિમિત્તે સવારના સમયે તે તેમના પુત્ર હાર્દિક અને પુત્રવધુ સાથે મોરબી રોડ પર આવેલ રતનપરના રામમંદિરે દર્શન કરવા માટે ગયા હતા. જયાં તેઓએ મંદિરની અંદર દર્શન કરવા પ્રવેશેલ ત્યારે લોકોની ખુબ ભીડ હતી.

 દરમ્યાન તેઓએ ગળામાં પહેરેલ સોનાનો ચેન જોતા જોવામાં આવેલ નહીં. જે બાબતે પુત્ર અને પુત્રવધુને વાત કરેલ અને તપાસ કરતા ચેન કયાંય મળેલ નહીં. જેથી તેઓએ ગળામાં પહેરેલ 2 તોલાનો સોનાનો ચેન રૂા.85 હજાર જે કોઈ અજાણ્યો શખ્સ ભીડનો લાભ લઈ ઝુંટવીને નાસી છુટયો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

 દરમ્યાન શહેરમાં થયેલ ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટના ગુનાઓ શોધી કાઢવા એસઓજી પીઆઈ જે.એમ. કૈલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના હે.કો. ફીરોજ રાઠોડ, કો. દીપક ડાંગર અને મુકેશ ડાંગરને મળેલ ચોકકસ બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાના આરોપી બાલુબેન રામજી પરમાર (ઉ.55) રહે. કુબલીયાપરા શેરી નં.5,ને પકડી પાડી ચોરી કરેલ રૂા.85 હજારનો સોનાનો ચેન કબ્જે કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા વિરૂધ્ધ મોરબી સીટી, એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો ગુનો નોંધાયેલ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj