રાજકોટ,તા.6
વાલીઓમાં માટે લાલબત્તી સમાન કિસ્સો ત્રંબામાં બનવા પામ્યો છે.ત્રંબામાં એક વર્ષનો બાળક રમતાં-રમતાં ડોલમાં પડ્યો હતો. બાદમાં ડોલના પાણીમાં ગરકાવ થતાં તે મોતને ભેંટયો હતો. બનાવ અંગે પરીવારને જાણ થતાં તેને સારવારમાં ખસેડાયો હતો. પણ જીવ બચી શકયો ન હતો.
બનાવની પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ ત્રંબા ગામ નજીક આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતાં રામભાઈ બાંભણીયાનો એક વર્ષનો પુત્ર રાજવિર ગઈકાલે ઝુંપડા પાસે રમતો હતો ત્યારે અચાનક પાણીથી ભરેલ ડોલમાં તે પડયો હતો.ડોલમાં ભરેલ પાણીમાં માસુમ બાળક ગરકાવ થતાં તેનો શ્ર્વાસ રૂંધાઈ ગયો હતો.
બાદમાં પરીવારજનોને જાણ થતાં તેને તાત્કાલીક પાણી માંથી બહાર કાઢી સારવાર અર્થે અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પિએમમાં ખસેડી વધુ તપાસ યથાવત રાખી હતી.બનાવ અંગે મળેલ વધુ વિગત મુજબ મૃતકના માતા પિતા છુટક મંજુરી કામ કરે છે.બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy