તાલાલાના એક રિટર્ન કેસમાં કોન્ટ્રાક્ટરને એક વર્ષની સાદી કેદ: વળતર ચૂકવવા હુકમ

Crime | Veraval | 25 April, 2024 | 12:22 PM
સાંજ સમાચાર

વેરાવળ, તા.25
ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાનાં ઉમરેઠી ગામે રહેતા કોન્ટ્રાકટરને એનીમલ હેલ્થ સેન્ટર બનાવવાનું કામ મળેલ જેમાં ફ્રેબીકેશનનું કામ આજોઠા વાળાને આપેલ હોય જે કામ સબબ બાકી રહેતી રકમ રૂા.14,84,500/- ના બે ચેકો આપેલ જે બેંકમાંથી રીર્ટન થતા કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા તથા બન્ને કેસનાં મળી કુલ રૂા.14,84,500/- પુરા ફરીયાદીને વળત2 તરીકે દિન-30 માં ચુકવવા હુકમ કરેલ છે.

આ કેસની વિગતો આપતા એડવોકેટ પ્રવિણચંદ્ર ડાંગોદરાએ જણાવેલ કે, ઉમરેઠી ગામનાં રહીશ ગોવિંદભાઈ નારણભાઈ બારડને ગીર પશ્ચિમ વન વિભાગ જુનાગઢ દ્વારા સીમાર એનીમલ હેલ્થ સેન્ટર બનાવવાનું કામ મળેલ હોય જેમાં ફ્રેબીકેશનનું કામ મહેશકુમાર જમનાદાસ ભીમજીયાણી રહે. આજોઠાવાળાને ગોંવિદભાઈએ રૂા.27,84,500/- પુરામાં પેટા કોન્ટ્રાકટથી આપેલ હોય, અને જેમાં રૂા.13,00,000/- ગોંવિદભાઈ બારડે મહેશકુમાર ભીમજીયાણીને રોકડા ચુકવી દીધેલ હોય અને બાકીનાં પૈસા કામ પુર્ણ થયે ચુકવવાનાં હોય અને કામ પુર્ણ થતા ગોવિંદભાઈ બારડે રૂા.14,84,500/- તેમની બેંકનાં બે ચેકો મહેશકુમાર ભીમજીયાણી જોગ લખી આપેલ હાય જે બન્ને ચેકો બેંકમાં રજુ કરતા બન્ને ઋીક્ષમત ઈંક્ષતીરરશભશયક્ષિં નાં શેરા સાથે રીર્ટન થયેલ હોય આથી મહેશકુમાર ભીમજીયાણીએ વેરાવળનાં મહે.ચિફ જ્યુડી.મેજી.ની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલી જે કેસની ટ્રાયલ ચાલી ચિફ.જ્યુડી.મેજી. એ.એ.રૂંઝા એ આરોપી ગોંવિદભાઈ નારણભાઈ બારડ રહે.ઉમરેઠી, તા.તાલાવા વાળાને બન્ને કેસોમાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા બન્ને કેસનાં મળી કુલ રૂા.14,84,500/- પુરા ફરીયાદીને વળત2 તરીકે દિન-30 માં ચુકવવા હુકમ કરેલ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj