ભગીરથ સોસાયટીમાંથી લાઇન પર ક્રિકેટ સટ્ટો રમતો પરેશ કારેણા ઝડપાયા

Local | Rajkot | 04 May, 2024 | 04:49 PM
બી. ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ જગદીશ વાંકની બાતમી: લાઇન આપનાર અનિલ રાઠોડ અને રોહિત રાઠોડની શોધખોળ
સાંજ સમાચાર

રાજકોટ. તા.04

ભગીરથ સોસાયટીમાં મુંબઇ ઇન્ડીયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાતી ક્રીકેટ મેચ ઉપર જુગાર રમતાં પરેશ કારેણાને બી. ડિવિઝન પોલીસે દબોચી કાર્યવાહી કરી હતી. જ્યારે ક્રિકેટ સટ્ટો રમવા લાઇન આપનાર અનિલ રાઠોડ અને રોહિત રાઠોડની શોધખોળ હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.મારૂ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ જગદીશ વાંકને ભગીરથ સોસાયટી શેરી નં.02 હનુમાનજીના મંદીર પાસે એક શખ્સ આઈપીએલ સિરીઝની મેચ પર ક્રિકેટ સટ્ટો રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી શખ્સને દબોચી તેનું નામ પૂછતાં પરેશ અરજણ કારેણા (ઉ.વ.34) હોવાનું જણાવ્યું હતું.

તેની પાસે રહેલ મોબાઇલ ફોનમા કોલ હિસ્ટ્રી ચેક કરતા છેલ્લો કોલ મો.નં.7698470477 વાળાનો જોવામા આવેલ જેમા ચેક કરતા કોલ રેકોડીંગ  જોતા મુંબઇ ઇન્ડીયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાતી ક્રીકેટ મેચ ઉપર સોદો નાખેલ હોય જે બાબતે તેની પુછપરછ કરતાં તેમને લાઇન રોહિત રાઠોડ અને અનીલ રાઠોડ (રહે.ભગીરથ સોસાયટી) આપી હોવાની કબૂલાત આપી હતી. 

બી.ડિવિઝન પોલીસે પરેશ કારેણાની ધરપકડ કરી રૂ.20200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે લાઇન આપનાર બંને શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ક્રિકેટ સટ્ટો રમવા લાઇન મેળવવા પરેશે તેના મિત્ર  રોહિત રાઠોડ મારફતે રોહિતના તેના સગા ભાઈ અનિલ રાઠોડ પાસેથી મેળવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj