ભાવનગરના ગ્રામ્ય પંથકમાં ક્ષત્રિય સમાજ દ્વારા ખુલ્લેઆમ ભાજપ વિરોધી પ્રચાર

Local | Bhavnagar | 26 April, 2024 | 10:41 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.26 રાજકોટના ભાજપના ઉમેદવાર ઉપુરુષોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિયનો વિરોધ યથાવત રહેતા ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પાલીતાણા વિસ્તારમાં પ્રચાર કાર્યમાં હતા તે દરમિયાન નવાગામ બડેલી પાસે ક્ષત્રિય યુવાનોએ નારા લગાવી વિરોધ પ્રદર્શિત કરતા ઉમેદવાર દ્વારા પણ પ્રચાર કર્યા વગર જ ગામમાંથી પસાર થઈ જવું પડ્યું હતું. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે. જેની હવે ગામે ગામ પણ અસર જોવા મળી રહી છે. ક્ષત્રિય સમાજ દ્વારા પહેલા માત્ર સભાઓ, મિટિંગો તેમજ રેલીઓ યોજવામાં આવતી હતી. પરંતુ હવે ખુલ્લેઆમ ભાજપ વિરોધી પ્રચાર અને ભાજપ દ્વારા થતા પ્રચારમાં અડચણરૂપ બની રહ્યા છે. ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા પત્રિકા વિતરણ સમયે ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ કરી ભાજપના આગેવાનો કાર્યકરોને સ્થળ પરથી કાઢતા પોલીસ અટકાયત સુધીના પગલાં લેવાયા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર પાલીતાણા પંથકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન કુંભણ ગામમાં પ્રચાર કાર્ય પૂર્ણ કરી ત્યાંથી નવાગામ બડેલી જતા હતા ત્યારે નવાગામ બડેલી ગામે ક્ષત્રિય યુવાનોના ટોળાએ આવી રૂપાલા હાય હાયના સૂત્રોચાર કરતા વાતાવરણ તંગ બન્યું હતું. જેથી પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પરંતુ પોલીસ દ્વારા પણ ટોળાને નિયંત્રણમાં લઈ નહીં શકતા ભાજપના ઉમેદવાર ગામમાં પ્રચાર કર્યા વગર જ ત્યાંથી પસાર થઈ ગયા હતા. પોલીસ રક્ષણ સાથે ભાજપના ઉમેદવાર અને આગેવાનોની ગાડીઓ નવાગામ બડેલીમાંથી પસાર થઈ ગઈ હતી. અને વિરોધ પ્રદર્શિત કરતા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. આમ હવે ક્ષત્રિય સમાજનો વિરોધ ગામડાઓમાં પણ પ્રસરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા યોજાયેલ જાહેર સભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાની સભામાં ક્ષત્રિયોના ટોળાએ કાળો વાવટો ફરકાવી પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ કર્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj