લોકસભાની આ બેઠક બિનહરીફ ના થાય તો પણ ભાજપને હવે પ્રચંડ વિજય નિશ્ર્ચિત

ઓપરેશન સુરત: કોંગ્રેસનો જૂસ્સો તૂટશે; સુરત હવે સૌરાષ્ટ્રમાં ઠલવાશે

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Surat | 22 April, 2024 | 12:36 PM
સાંજ સમાચાર

રાજકોટ: 
ગુજરાતમાં રસપ્રદ બનેલી લોકસભા બેઠકમાં સુરતની પ્રતિષ્ઠીત ગણાતી સંસદીય સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી તથા તેના ડમી બન્નેના ફોર્મ રદ થતા હવે સ્પર્ધા ઔપચારીક બની રહી છે અને જો હરીફ ઉમેદવારો ફોર્મ પાછા ખેચી લે તો સુરતના નાગરિકોને તા.7 મે ના રોજ મતદાનની પણ તક મળશે નહી અને ભાજપને એક બેઠક પણ મળી જશે. હવે સુરતમાં ‘ઓપરેશન કુંભાણી’ માં કોંગ્રેસ પક્ષ તેની કાયમની ટેવ મુજબ ઉંઘતી ઝડપાઈ છે તે નિશ્ર્ચિત થયુ છે અને ચર્ચા મુજબ ભાજપે અગાઉથી જ વ્યુહરચના મુજબ આ કામગીરી પાર પાડી છે જેથી પણ કુંભાણીને થઈ ત્યારે બહું મોડું થઈ ગયુ હતું.

પોતાના જ નજીકના સગા અને સંબંધીઓને ટેકેદાર તરીકે દર્શાવવામાં નિલેષ કુંભાણીએ ‘ભુલ’ કરી છે કે ઈરાદાપૂર્વક તેણે બચી શકે તેવા ‘ટેકેદાર’ પસંદ કર્યા કે કરાવાયા તે ચર્ચા સુરત અને ગુજરાતના રાજકારણમાં આ વિવાદ સર્જાયા પછી ખુદ નિલેષ કુંભાણી પણ મિડીયાથી બચતા રહે છે અને તેથી તેઓ માટે હવે કોંગ્રેસ પક્ષમાં પણ પ્રશ્ર્ન ઉઠવા લાગ્યા છે જે રીતે ગુજરાતમાં કોઈ ટફ ફાઈટ નહી હોવા છતાં અનેક બેઠકો પર સ્પર્ધાત્મક સ્થિતિ બની હતી.

તેમાં હવે ભાજપે પહેલો સ્કોર કરી લીધો છે અને ભાજપના આંતરિક અસંતોષ અને ક્ષત્રિય આંદોલનથી પક્ષ ઉપરાંત અનેક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જ લડાયક બની રહ્યા હતા તેનાથી વાતાવરણ બન્યુ છે તેમાં સુરતની ઘટનાથી કોંગ્રેસ મોવડીમંડળની નિષ્ફળતા ફરી એક વખત ખુલ્લી પડી છે અને ચુંટણી સમયે ‘સાયકોલોજી વોટ’ છેડવામાં ભાજપે આ રીતે ગુજરાત અને સૌરાષ્ટ્ર બન્નેને જોડતી સુરત બેઠક લડાઈ વગર જ જીતીને કોંગ્રેસના નૈતિક જૂસ્સા પર મોટો પ્રહાર કર્યો છે.

તો બીજી તરફ હવે સુરત બેઠક પર પક્ષે કોઈ ગંભીર લડાઈ આપવાની રહેશે જ નહી તેથી સૌરાષ્ટ્રના જે લાખો પરિવારો સુરતમાં સ્થાયી થયા છે તેઓને હવે મતદાનના દિવસ પુર્વે સૌરાષ્ટ્ર લાવીને અમરેલી-ભાવનગર સહિતની બેઠકો પર તેમનો જબરો ઉપયોગ કરી શકાશે. સુરતના અનેક પ્રભાવશાળી અગ્રણીઓને માટે સૌરાષ્ટ્ર એ મૂળ ઘર છે અને તેઓને હવે તેમના વતન જીલ્લામાં ભાજપ સહિત કરશે. ભાજપે આ ચુંટણીમાં તે વ્યુહરચના રાજકોટ લોકસભા બેઠક પર અપનાવી છે. 

જયારે પક્ષના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ અમરેલીના હોદાથી પક્ષે રાજકોટમાં સ્થાયી થયેલા અમરેલીના પરિવારોના સંમેલન બોલાવીને પ્રચાર શરૂ કર્યો હતો અને આ રીતે ક્ષત્રિય સમુદાયના વિરોધને કારણે અનેક બેઠકો પર જે વાતાવરણ બન્યું છે તે પણ વિખરી શકાશે.

 

સર્વપ્રથમ પ્રશ્ન
નિલેષ કુંભાણી જ ભાજપનો હાથો બન્યા! : કોંગ્રેસ પણ હવે તેના ઉમેદવાર સામે શંકાથી જુએ છે

 

મોવડીમંડળ ઉંઘતુ ઝડપાયું
પક્ષના ઉમેદવારના ટેકેદારમાં સગાઓની પસંદગીની ચિંતા કોઈએ કરી નહી અને તે જ ભાજપ માટે મુખ્ય શસ્ત્ર બની ગયું: ચર્ચા

 

અમરેલી-ભાવનગર બેઠક પર સુરતથી આક્રમણ થશે
સુરતમાં હવે સ્પર્ધા રહી જ નથી આથી આ મેગા સીટીમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ ભાવનગર-અમરેલી સહિતની બેઠકો પર ભાજપના પ્રચારમાં જોડાઈ જશે  

સૌનું ધ્યાન રાજકોટ બેઠક પર હતું અને ‘ઓપરેશન સુરત’ને સફળ બનાવી દેવાયું
આ સ્થિતિથી પાટીદારોને પણ એક મેસેજ જશે

રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચુંટણીના પ્રારંભ પુર્વે ભાજપે પહેલા કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યોને ‘તોડી’ને કોંગ્રેસ પક્ષ માટે ‘બચાવ’ની સ્થિતિ પણ રહે નહી તે નિશ્ચિત કર્યુ હતું પણ ઓચિંતા જ બે બેઠકોના ઉમેદવાર બદલવા પડયા અને જે રીતે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિધાનો કર્યા તે પછી સમગ્ર ગુજરાતમાં રાજકોટ બેઠક હોટ ટોપીક બની ગઈ અને સૌનું ધ્યાન રાજકોટ ભણી હતું તે સમયે જ ભાજપે ઓપરેશન સુરત પાર પાડી દીધુ હતું.

આ રીતે સુરતથી સૌરાષ્ટ્રમાં વસતા પાટીદાર સમાજને પણ એક સંદેશ આપી દીધા છે તો બે બેઠકો જે સુરત સાથે ગાઢ કનેકશન ધરાવે છે ત્યાં વસતા મતદારોને ભાજપ સાથે જોડી રાખવામાં પણ મહત્વની સફળતા મળશે. રાજકોટ બેઠકને વધુ વિવાદમાં હોવાની રોકવા માટે જે રીતે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે તેને પણ સુરતની ઘટનાથી બળ મળશે.

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj