ભરૂચ,તા.9
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ભરૂચના ઝઘડીયામાં રેઈડ પાડી પાકિસ્તાની જાસુસને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલ પાકિસ્તાની જાસુસ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા મિસાઈલ, ડ્રોન ટેકનોલોજીની માહિતી પહોંચાડતો હતો.
મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હોવાના પુરાવા મળ્યા હતા. આ જાસુસ ભારતની ગુપ્ત માહિતી ઈસ્લામાબાદ અને કરાંચી સ્થિત પાકિસ્તાની જાસુસી સંસ્થાને આપતો હોવાની વિગતો બહાર આવી છે.
ઝડપાયેલ જાસુસ પાક. આર્મીના હેન્ડલરને માહિતી મોકલવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતો હોવાની વિગતો ખુલતા સીઆઈડી ક્રાઈમે તેને ઉઠાવી લીધો હતો. પુછપરછમાં હજુ વધુ ચોંકાવનારી વિગતો ખુલે તેવી શકયતા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy