પાલીતાણાના સલોત ભવનમાં શુક્રવારે પ્રથમ વખત ઉજવાશે સામુહિક વર્ષીતપના પારણા: પંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ

Local | Bhavnagar | 08 May, 2024 | 10:27 AM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર તા.8
 શ્રી સિધ્ધગીરી મહાતીર્થની પવિત્ર છાયામાં પરમાત્મા ભકિત સ્વરૂપ પંચદિવસીય મહા મહોત્સવ પૂ.આ.શ્રી વિજય પરમાનંદવિજયજી મહારાજ, પૂ.મુનીશ્રી યશોવર્ધન વિજયજી મહારાજ, પૂ.મુનીશ્રી મોક્ષદર્શન વિજયજી, પૂ.આ.શ્રી જિનદર્શનશ્રી વિગેરે ગુરૂ ભગવંતો તથા સાધ્વીશ્રી ભગવંતોની નિશ્રામાં તળેટી રોડ ઉપર આવેલ ભાવનગરવાળા સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળા (સલોત ભવન)માં તપ અનુમોદનનું પ્રથમવાર ભવ્ય મહોત્સવનું આયોજન થયેલ.

 જેમાં તા.6/5ના સામુહિક વર્ષીતપના તપસ્વીઓનો ભવ્ય પ્રવેશ, તા.7ના ભવ્ય રથયાત્રા જય તળેટીએ જુહારેલ તથા તળેટીએ ભવ્ય આંગી થયેલ. આજે તા.8ના નવાણુ પ્રકારી અભીષેક પૂજા-બહેનોની સાંજી-મહેંદી રસમ સાંજે તપસ્વીઓનું બહુમાન સમારંભ કાલે તા.9ના શ્રી સકસ્તવ અભિષેક બપોરે વર્ષીતપના સંભારણા સાંજે લાભાર્થી માતુશ્રી સવીતાબેનના 26માં વર્ષીતપની અનુમોદના અર્થે તપોવંદના તથા બહુમાન સમારંભ તા.10ને વૈશાખ સુદ 3 (અખાત્રીજ)ના રોજ પહેલીવાર સલોત ભવન શ્રી રામચંદ્રસૂરી મહારાજ આરાધના ભવનમાં શ્રી ગરવા ગિરિરાજની યાત્રા કરીને દાદાનો ઈક્ષુરસથી પક્ષાલ કરી વર્ષીતપના તપસ્વીઓના સામુહિક ઈક્ષુરસથી પારણા કરવામાં આવશે.

 મહોત્સવમાં દરરોજ શહનાઈ વાદન, બહેનોના પ્રભાતીયા જિનવાણીનું શ્રવણ નંદપ્રભા-મહારાષ્ટ્ર ભવનમાં વિશિષ્ટ અંગ રચના થશે. સમગ્ર મહોત્સવમાં શ્રી તપગચ્છ ઉ.ક.શ્ર્વે.મૂ.પૂ. જૈન સંઘ, ચાંદીવકર રોડ બોરીવલી વેસ્ટ મુંબઈના લાભાર્થી માતુશ્રી સવીતાબેન પુખરાજ કોઠારી (પારેખ) પરીવાર તરફથી પધારવા આમંત્રણ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj