ICC T20 રેન્કિંગમાં પંડ્યા નંબર-1 ઓલરાઉન્ડર: સૂર્યકુમાર બેટિંગમાં બીજા સ્થાને, બોલિંગના ટોપ-10 રેન્કિંગમાં 2 ભારતીય

India, Sports | 04 July, 2024 | 09:35 AM
સાંજ સમાચાર

મુંબઈ : હાર્દિક પંડ્યા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની T-20 ખેલાડીઓની રેન્કિંગમાં ઓલરાઉન્ડર શ્રેણીમાં ટોચ પર પહોંચી ગયો છે. તેને બે સ્થાનનો ફાયદો થયો છે. તેણે શ્રીલંકાના ખેલાડી વાનિન્દુ હસરાંગા અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને પાછળ છોડી દીધા છે.

T20 વર્લ્ડ કપ બાદ બુધવારે આ ICC રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 844 રેટિંગ સાથે બેટિંગમાં પ્રથમ સ્થાને છે. સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને યથાવત છે.

હાર્દિક કેમ ટોચ પર પહોંચ્યો?
3 દિવસ પહેલા, પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં મહત્વના સમયે વિકેટ લઈને વિજયનું નેતૃત્વ કર્યું હતું. તેણે સેટ બેટ્સમેન હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને આઉટ કર્યા.

તેણે વર્લ્ડ કપની 8 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. તેણે બાંગ્લાદેશ સામે સુપર-8 મેચમાં અણનમ 50 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં તેણે 48ની એવરેજથી 144 રન બનાવ્યા હતા.

બુમરાહે 12 સ્થાનની છલાંગ લગાવી છે
T20 વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરનાર જસપ્રિત બુમરાહે બોલિંગ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલા બુમરાહ 12 સ્થાનની છલાંગ લગાવીને 12મા સ્થાને પહોંચી ગયો છે. બોલિંગ રેન્કિંગમાં ટોપ-10માં બે ભારતીય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj