રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી હતી. લોકસભા ચૂંટણી માટેનું ફોર્મ ભર્યા બાદ તેઓએ વિશ્ર્વકર્મા મંદિરે દર્શન કર્યા હતા.
ઉપરાંત કબા ગાંધીના ડેલા સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બહુમાળી ભવન ચોકમાં વિશાળ જાહેરસભા કર્યા બાદ કલેકટર ઓફિસે ઉમેદવારીપત્ર રજૂ કર્યુ હતું. કોંગ્રેસ દ્વારા પણ ફોર્મ ભરતા પૂર્વેની રેલીમાં શકિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવાનું એલાન કર્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy