મોરબીના ધરમપુર ગામે પરીણિતાએ ઝેરી દવા ગટગટાવી

Local | Morbi | 26 April, 2024 | 01:18 PM
હોસ્પિટલમાં સારવાર હેઠળ: પોલીસ તપાસ
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.26
મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા જયદીપભાઇ ગમારાના પત્ની સોનુબેન (23)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.ડી. ડાંગર ચલાવી રહ્યા છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો 18 મહિનાનો છે જોકે તેણે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા નઝીરહુસેન મહેબૂબશા કાદરી (35) નામનો યુવાન મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ દેવ ફન વર્લ્ડ પાસે રોડ ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે કૂતરું આવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થયેલ હોવાથી ઇજા પામેલા યુવાનને મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj