સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના પાર્ટ-2નો પ્રારંભ: કાર્યાલય કરાયું શરૂ

Local | Surendaranagar | 23 April, 2024 | 01:29 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.23
ક્ષત્રિય સમાજ લાલઘૂમ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના પાર્ટ-2નો પ્રારંભ, કાર્યાલય શરૂ કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે સુરેન્દ્રનગર ખાતે ભાજપ અને કોંગ્રેસે કાર્યાલય ખુલ્લું મૂક્યા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને હરાવવા માટે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં આજથી ભાજપના વિરોધમાં પ્રચાર પણ ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવકોએ શરૂ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામા ક્ષત્રિય સમાજના જિલ્લાભરના આગેવાનો સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર એકત્રિત થઇ કાર્યાલય મૂક્યું ખુલ્લું મૂક્યું છે. જેમાં સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ દ્વારા બુથ લેવલથી ભાજપને હરાવવા માટેની કમિટી પણ નક્કી કરવામાં આવી છે.

હાલમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ અને ઉમેદવારી રદ કરવાની માંગણી ઉગ્ર બની છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સામે કોંગ્રેસ અને અન્ય પક્ષની સાથે ક્ષત્રિય સમાજએ મોરચો માંડ્યો છે. જેમાં આજથી ભાજપના વિરોધમાં પ્રચાર પણ ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવકોએ શરૂ કર્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj