(સમીર વિરાણી) બગસરા, તા.24 વિગત અનુસાર બગસરા એસ ટી ડેપોમાં અવાર નવાર બસો મોડી ઉપડવાંની ફરિયાદો આવી રહેલ છે ત્યારે ગઇકાલે એક સાથે ત્રણ બાશો મોડી ઉપાડતા પેસેન્જરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા જેમાં લાંબા રૂટની બસ જેવી કે બગસરા અંબાજી બગસરા રાજકોટ અને બગસરા કૃષ્ણનગર જેવી બસો એક કલાક મોડી ઉપાડતા કોય ના દવાખાનાના કમો તો કોય ના નિયત સ્થળેથી અન્ય બાશો પકડવાનો સમય બગડતા લોકો દ્વારા કહેવામાં આવેલ છે કે આવા બનાવો છાશવારે બનતા જોવા મળે છે તો આ નીરભર તંત્ર શું પોતાના કર્મચારી ઓ ઉપર કોય કાર્યવાહિ કેમ નથી કરતું કે પછી એસ ટી નિગમ પાસે સ્ટાફ ની કમી છે આવા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે જ્યારે એસ ટી નિગમ તરફ થી સ્લોગન બહાર પાડેલ છે સલામત સવારી એસ ટી અમારી પણ હવે નિગમ ને સલામત સવારી ગમે ત્યારે ઉપાડે એવું સ્લોગન બનાવવા ની જરૂર વર્તાય રહી છે પેસેન્જર એસોસિયેશનને પણ લોકો દ્વારા અનેક વખત રાજુવતો કરી છે. પેસેન્જર એસોસિયેશન દ્વારા એસ ટી નિગમને પણ અનેક વખત રજુઆત કરી છે કે લાંબા રૂટ ની બસો નિયત સમયે ઉપાડે જેથી કરીને લોકો સમય સર નિયત સ્થળે પહોંચી શકે પરંતુ આ નિર્ભર તંત્ર ને તો જાણે કાય ફરક જ ના પાડતો હોય તેમ ગમે ત્યારે બસો ઉપાડે છે તો લોકો માં માંગ ઉઠી છે કે સમય સર બસો ઉપાડે જેથી લોકો સમય સર નિયત સ્થળે પહોંચી શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy