(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.19
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિદ્યુત નગરમાં મિલેનિયમ હાઈટ્સ બ્લોક નંબર 301 માં રહેતો ઉત્તમભાઈ શૈલેષભાઈ દેથરીયા જાતે પટેલ (ઉમર 23) નામનો યુવાન ગત તા.16-4 ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યો ગયેલ છે અને ગુમ થઈ ગયેલ છે.જેથી કરીને ગુમ થયેલા યુવાનના પિતા શૈલેષભાઈ ડાયાભાઈ દેથરીયા જાતે પટેલ (50) રહે.મિલેનિયમ હાઈટ્સ બ્લોક નંબર 301 એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાનો દીકરો ઉતમ ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપતા પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy