પાટીલ 12.39 કલાકનું વિજયમુહૂર્ત ચૂકી જતા હવે આવતીકાલે ફોર્મ ભરશે : હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પરત ફર્યા, કોંગ્રેસના ચંદનજીએ ફોર્મ ભર્યું

Gujarat, Politics, Lok Sabha Election 2024 | 18 April, 2024 | 01:34 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મંત્રી કનુ દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા : જબરૂ શક્તિ પ્રદર્શન કર્યું
સાંજ સમાચાર

નવસારી : ગુજરાતમાં 7 મેના મતદાન માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ગઈકાલે રામ નવમીની રજા બાદ આજે ગુરૂવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. આજે અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા તેમજ કોંગ્રેસમાં જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિત ચાવડા, અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિતનાઓ આજે ફોર્મ ભરશે.

તો પાટણના ચંદનજીએ ફોર્મ ભર્યું હતું. નવસારીથી ભાજપના ઉમેદવાર સી આર પાટીલ આજે ફોર્મ ભરવાના હતા પણ વિજયમૂર્હત ચુકી ગયા હતા. જેથી હવે કાલે ફોર્મ ભરશે. નવસારીમાં સી આર પાટીલની ભવ્ય રેલી યોજાઈ હતી. જેમાં મહિલાઓ ગરબે ઘૂમી હતી. તેમજ ગીતા રબારીએ ગીત લલકાર્યા હતા. આ રોડશોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મંત્રી દેસાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 

નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ CM ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી. રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા.

મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી. તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ વચ્ચે પાટીલ વિજયમૂર્હત ચુકી ગયા હતા. જેથી હવે તેઓ કાલે ફોર્મ ભરશે. હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj