સસ્તા ભાવમાં ખરીદી, ફોનના રૂપિયા પરત કરી આપવા, ટાસ્ક પુરૂ કરવા, વોટ કરી કમાઈ લેવાની લાલચમાં ઓનલાઈન છેતરાતા લોકો

Local | Rajkot | 06 May, 2024 | 04:25 PM
સાયબર ફ્રોડ બાબતે પોલીસે અવારનવાર લોકોને જાગૃત કરતા કાર્યક્રમો કર્યા હોવા છતાં લાલચમાં લોકો ગઠીયાઓનો ભોગ બને છે
સાંજ સમાચાર

રાજકોટ તા.6
 જલદીથી રૂપિયા કમાઈ લેવાની લાલચમાં લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા આવે છે. શહેર પોલીસ દ્વારા સાયબર ફ્રોડ બાબતે અવારનવાર લોકોને જાગૃત કરતા કાર્યક્રમો કર્યા હોવા છતા લોકો ટુંકા રસ્તે ઘર બેઠા બેઠા ઓનલાઈન માલામાલ થવાની લ્હાયમાં લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે ત્યારે શહેરમાં છ લોકો સાથે રૂા.9.37 લાખની છેતરપીંડી થયાની અરજી સાયબર ક્રાઈમ અને અલગ અલગ પોલીસ મથકે આવતા પોલીસે કુલ રૂા.7.50 લાખ પરત કરાવ્યા હતા.

 શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્ર્નર વિધી ચૌધરીએ શહેરમાં લોકો સાથે નાણાકીય ફ્રોડ ન થાય તે માટે તકેદારી રાખવા આપેલ સુચનાથી સાયબર ક્રાઈમ એસીપી ભરત બસીયા, પીઆઈ એમ.એ.ઝણકાંત, આર.જી. પઢીયાર, કે.જે. મકવાણાની રાહબરીમાં શહેરમાં ભોગ બનેલા લોકોને આવેલ અરજી પર ટેકનીકલ એનાલીસીસથી તપાસ આદરી હતી.

 જેમાં અરજદાર મલયભાઈ જીગ્નેશભાઈએ ઈન્સ્ટાગ્રામ એપમાંથી સસ્તા ભાવમાં મોબાઈલ ખરીદેલ બાદ સામેવાળાએ રીફંડેબલ ચાર્જનું બહાનુ બતાવી મોબાઈલની ડીલેવરી સાથે બધી જ રકમ રીફંડ કરી આપવાનું કહી અરજદારના ખાતામાંથી કટકે કટકે રૂા.2.83 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેમાંથી સાયબર ક્રાઈમે અરજદારને રૂા.1.82 લાખ પરત કરાવ્યા હતા.
 

તેમજ અરજદાર શુભમ જયવંતભાઈને મોબાઈલ પર નાપતોલમાંથી સ્વીફટ ડીઝાઈર કાર ઈનામમાં લાગેલ છે. તેવો ટેકસ મેસેજ આવેલ જે રકમ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી પ્રોસેસીંગ ચાર્જ પેટે રૂા.99500 ગઠીયાએ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેમાં સાયબર ક્રાઈમે અરજદારને રૂા.50,000 પરત અપાવ્યા હતા.

 જયારે એક અરજદારને ઓનલાઈન વોટ કરી બોનસ મેળવવાની લાલચ આપી રૂા.1.84 લાખ ગઠીયાએ ટ્રાન્સફર કરાવી લીધા હતા જેમાં સાયબર ક્રાઈમે અરજદારને રૂ.1.62 લાખ પરત કરાવ્યા હતા.
 તેમજ એક અરજદારને ઓનલાઈન રોકાણ કરી વધુ રોકાણ મેળવવાની લાલચ આપી ગઠીયાએ રૂા.1.03 લાખ પડાવી લીધા હતા જે સાયબર ક્રાઈમે અરજદારને રૂ.56000 પરત કરાવ્યા હતા. ઉપરાંત અરજદાર હાર્દિકભાઈ પ્રભાતભાઈ હેરભાને ટાસ્ક પુરા કરવા માટે રૂા.1.27 લાખ ભરેલ હોય જેમાં તેઓને નફો પણ મળેલ નહીં અને ભરેલ રૂપિયા પણ પરત ન મળતા સાયબર ક્રાઈમે અરજીના આધારે તપાસ આદરી અરજદારને રૂા.1.22 લાખ પરત કરાવ્યા હતા.

એલ્યુમીનીયમનો પીસ્ટન મટીરીયલ સસ્તા ભાવમાં લેવા જતા વેપારી રૂા.1.80 લાખમાં છેતરાયા

 થોરાળા પોલીસ મથકમાં અરજદાર જીતેન્દ્રભાઈ દેવરાજભાઈ પાંભર રહે. આશ્રય બંગ્લોઝ આંબેડકર ચોકની બાજુમાંએ આપેલ અરજીમાં જણાવ્યું હતું કે તેઓને વોટસએપના માધ્યમથી સંપર્ક કરી સાવીત્રી એન્ટરપ્રાઈઝ નામની કંપનીએ તેમની પાસેથી પુરતા પ્રમાણમાં પીસ્ટલ મટીરીયલનો સ્ટોક હોય જે સસ્તા ભાવમાં આપવાની લાલચ આપી અરજદાર પાસેથી અલગ અલગ ઓનલાઈન ટ્રાન્ઝેકશનથી રૂા.1.80 લાખ ગઠીયાએ પડાવી લીધા હતા. જે બાબતે થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી. વાઘેલાની રાહબરીમાં સાયબર ડીટેકશન ટીમે તપાસ આદરી 10 દિવસના ટુંકા ગાળામાં અરજદારની ફ્રોડમાં ગયેલ રકમ રૂા.1.80 લાખ પરત કરાવ્યા હતા.

♦ ગાંધીગ્રામ પોલીસે એક માસમાં સાયબર
ફ્રોડમાં ગયેલ રૂ.5.12 લાખ પરત કરાવ્યા

રાજકોટ: ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ બી.ટી. અકબરીની રાહબરીમાં એએસઆઈ જે.કે. જાડેજા અને કોન્સ. હરેશ ગોહિલ, ધીરેન મકવાણા સહિતના સ્ટાફે એપ્રિલ માસમાં આવેલ સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોની અરજી પરથી તપાસ કરી ફ્રોડમાં ગયેલ રકમ વાળા બેંક એકાઉન્ટો ફ્રીજ કરાવી અરજદારોના રૂા.5.12 લાખ પરત કરાવ્યા હતા.

♦ સાયબર ક્રાઈમ અને થોરાળા પોલીસે ફ્રોડની આવેલ ફરીયાદ પરથી ટેકનિકલ એનાલીસીસની મદદથી તપાસ આદરી અરજદારોના ફ્રોડમાં ગયેલ રકમમાંથી રૂા.7.50 લાખ પરત કરાવ્યા

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj