ધોરાજીમાં સોનાના દાગીના અને રોકડ સાથેની ખોવાઈ ગયેલી બેગ શોધી મૂળ માલીકને સોંપતી પોલીસ

Local | Dhoraji | 26 April, 2024 | 10:18 AM
સીસીટીવી કેમેરાની મદદથી રૂા.7.25 લાખના મુદ્દામાલ સાથેની બેગ જુનાગઢમાંથી રીકવર
સાંજ સમાચાર

ધોરાજી તા.26 ધોરાજીમાં સોનાના દાગીના અને રોકડ સાથેની ખોવાઈ ગયેલ બેગ શોધી કાઢી પોલીસે મુળ માલીકને પરત કરી છે. તેની સાથે જ ‘પોલીસ પ્રજાની સાચી મિત્ર છે’ તે સુત્રને સાર્થક કરેલ છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ધોરાજીના ઉપલેટા રોડ પર રહેતું દંપતી ઢાંક ગામેથી પ્રસંગ પતાવી ધોરાજી પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન બાઈકમાંથી 6 તોલા સોનાના દાગીના અને રૂા.5 હજાર રોકડા સાથેની રૂા.7.25 લાખનો મુદ્દામાલ ભરેલી બેગ અજાણતા કયાંક પડી જતા આ અંગે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ ધોરાજી સીટી પોલીસના પીઆઈ આર.જે. ગોધમની રાહબરી હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઈન્સ્પેકટર પી.કે. ગોહીલ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં ધોરાજી સીટી પો.સ્ટે.ના સીસી ટીવી પ્રોજેકટ તથા જુનાગઢ નેત્રમ પ્રોજેકટની મદદથી જુનાગઢમાંથી માલ-સામાન ભરેલી બેગ શોધી કાઢી જેમાં 3 તોલાનું મંગલસુત્ર 2 તોલાનો સોનાનો ચેઈન 1 તોલાની બુટ્ટી અને રૂા.5000 રોકડા ભરેલ બેગ શોધી રીકવર કરી મૂળ માલીકને સોપીને ખુબ જ સરાહનીય કામગીરી કરેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj