ભાણવડના માનપર ગામના ખેડૂતના થેલામાંથી દોઢ લાખની લૂંટ ચલાવી પલાયન થયેલા શખ્સને ઝડપી લેતી પોલીસ

Local | Jamnagar | 23 April, 2024 | 11:55 AM
સાંજ સમાચાર

ભાણવડ, તા. 23
ભાણવડ પંથકમાં રહેતા એક કિસાને બેંકમાંથી રોકડ રકમ ઉપાડી વતન માનપર તરફ જતા હતા ત્યારે મોટર સાયકલથી પીછો કરી રહેલા ઇસમે ફતેપુર રોડ પાસે ખેડુતને આંતરી ધકકો મારી પછાડી દીધા હતા. બાદમાં થેલામાંથી રૂા. દોઢ લાખની રકમની લુંટ ચલાવી પલાયન થયા બાદ જીલ્લા એલસીબી અને ભાણવડ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઇસમનું પગેરૂ ગોતી ગણતરીનાં કલાકોમાં ઝડપી લીધો હતો. તેની પાસેથી દોઢ લાખની રકમ કબ્જે લીધી છે.

લુંટનાં બનાવની મળતી વિગત મુજબ ભાણવડના માનપર ગામે રહેતા ખેડુત કેશવભાઇ દેવસીભાઇ પીપરોતર ભાણવડ ખાતે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી પાક ધીરાણની રકમ રૂા. 2,50,000/- રોકડ લઇ મોટર સાયકલ દ્વારા માનપર જતા હતા તે દરમ્યાન મોટર સાયકલથી પીછો કરી રહેલા એક ઇસમે ફતેપુર પાસે ખેડુતને આંતરી પછાડી દીધા હતા.

બાદમાં ફરીયાદી ખેડુત કેશવ દેવશીભાઇ પીપરોતરના કબ્જામાં રહેલ રકમમાંથી રૂા. દોઢ લાખની રકમની લુંટ ચલાવી ઇસમ મોટર સાયકલ દ્વારા પલાયન થયો હતો, આ લુંટના બનાવની ખેડુતે ભાણવડ પોલીસને હકીકત જણાવતા ભાણવડ પોલીસ તથા એલસીબી ટીમ બનાવનાં સ્થળે પહોંચી હતી. જુદા જુદા ઠેકાણે સીસીટીવી ફુટેજ  તપાસ્યા બાદ મોટર સાયકલ દ્વારા પીછો કરી રહેલ શખ્સની શોધખોળ શરૂ કરી ગણતરીનાં કલાકોમાં યુનુસ હનીફમીયા રફાઇ (ઉ.વ.33, જાતે ફકીર રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ)વાળાને ઝડપી મુદામાલ કબ્જે લીધો હતો.

કાર્યવાહીમાં એલસીબી પો.ઇન્સ. કે.કે.ગોહિલ, સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી, ભાણવડના પીએસઆઇ એમ.આર.સરસેટા, સબ ઇન્સ. એન.એન.વાળા, સ્ટાફનાં અરજણભાઇ ચંદ્રાવડીયા, સાંગાભાઇ હુણ, મનહરસિંહ જાડેજા, ગીરીશભાઇ ગોજીયા, દુદાભાઇ લુવા, ચિરાગસિંહ જાડેજા, વેજાણંદભાઇ બેરા, નારણભાઇ બેલા, વિપુલભાઇ હેરભા, મહિલા પોલીસ મીનાબેન નંદાણીયા, ભરતભાઇ બેડીયાવદરા, શકિતસિંહ જાડેજા સહિતે કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj