રાજકોટ રેન્જના પાંચ જિલ્લાની પોલીસે નાસતા - ફરતા 47 આરોપીને દબોચ્યા

Crime | Rajkot | 26 April, 2024 | 04:45 PM
♦ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરીયાણા અને ગુજરાતના જુદા જુદા જિલ્લા માટે કુલ પાંચ ટીમો બનાવી હતી
સાંજ સમાચાર

♦ 6 આરોપી 20 વર્ષથી, બીજા 6 આરોપી 10 વર્ષથી અને 35 આરોપી છેલ્લા પ વર્ષથી નાસતા-ફરતા હતા

રાજકોટ, તા.26
રાજકોટ રેન્જના પાંચ જિલ્લાની પોલીસે નાસતા - ફરતા 47 આરોપીને દબોચ્યા હતા. રેન્જ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરીયાણા અને ગુજરાતના જુદા જુદા જિલ્લા માટે કુલ પાંચ ટીમો બનાવી હતી.

મળતી વિગતો અનુસાર, વર્તમાન સમયમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે રેન્જ આઈજી અશોકકુમાર રાજકોટ દ્વારા રેન્જ હસ્તકના 5 જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓ પકડવા માટે એક ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.

જે અનુસંધાને રાજ્ય બહારના આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના પ પોલીસ અધિકારી તથા 25 પોલીસ કર્મચારીઓ મળી કુલ 30 માણસોની 5 અલગ-અલગ સ્પેશ્યલ ટીમો બનાવવામાં આવેલ જેમાં મધ્યપ્રદેશ ખાતે અલગ-અલગ 2 ટીમો બનાવી મોકલવામાં આવેલ તેમજ રાજસ્થાન ખાતે અલગ- અલગ 2 ટીમો બનાવી મોકલવામાં આવેલ અને મહારાષ્ટ્ર ખાતે 1 ટીમ મોકલવામાં આવેલ તેમજ રાજ્યના સ્થાનિક આરોપીઓ માટે એલ.સી.બી., એસ.ઓ.જી.ની ટીમો બનાવેલ જે ટીમો દ્વારા વેશ પલટો કરી તેમજ પોતાની પોલીસ તરીકેની ઓળખ છુપાવી ખાનગી રાહે હકીકત મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડી કામગીરી કરેલ છે. 

જેમાં રાજસ્થાન રાજ્યના કુલ 11 આરોપી, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના 5 આરોપી, મહારાષ્ટ્ર તથા હરીયાણાના 3 આરોપીઓ, ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી 28 આરોપીની અટક કરેલ હતી. આ આરોપીઓ પૈકી 6 આરોપી 20 વર્ષથી નાસતા-ફરતા હતા. બીજા 6 આરોપીઓ 10 વર્ષથી નાસતા-ફરતા હતા. 35 આરોપી છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા હતા.

દેવભુમી દ્રારકા જિલ્લા પોલીસ દ્વારા 9, જામનગર જિલ્લા પોલીસ દ્વારા 7, મોરબી પોલીસ દ્વારા  10, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 13 અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા 8 આરોપીને પકડી પાડી રેન્જના કુલ 47 નાસતા-ફરતા આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ કામગીરી આગામી લોકસભા ચૂંટણી સુધી ચાલુ રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj