રાજકોટ.તા.25
150 ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાસે આવેલા વૃંદાવનનગર શેરી નં.15 માં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સના મકાનમાં તાલુકા પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણતા 16 મળી કુલ 17 શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ, તાલુકા પોલીસ મથકના પીઆઇ ધવલ હરિપરાની રાહબરીમાં ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ધર્મેન્દ્રસિંહ ઝાલાના મકાનમાં ચાલતી દેશી દારૂની મેહીફિલમાં દરોડો પાડી અરવિંદ જીવણ ચાંડપા (ઉ.વ.38 રહે. પાળ), લાલુભા રાજેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ. 39, રહે. પુનિતનગર), રાજું કાળુ ડાકી (ઉ.વ. 35, રહે. પુનિતનગર પાણીના ટાંકા સામે), જયસુખ માયા રાઠોડ (ઉ.વ. 41, રહે. ગૌતમ બુધ્ધનગર, વાવડી),અતુલ બાબુ ભટ્ટી (ઉ.વ. 41,રહે.જૂના ગણેશનગર, કોઠારીયા રોડ),ભાવેશ નાગજી કોરાટ (ઉ.વ. 43, રહે. વાવડી ગામ), નવીન કિશોર રાઠોડ (ઉ.વ.45, રહે. ગૌતમ બુધ્ધનગર), શૈલેષ ભીખા મકવાણા (ઉ.વ. 26, રહે. પાળ), કાંતી મંગા ચૌહાણ (ઉ.વ. 36, રહે. ચામુંડાનગર, મવડી પ્લોટ), જયેશ જયશંકર પંડિત (ઉ.વ.48,રહે. ઉદયનગર, મવડી),કિરીટ પુના રાઠોડ (ઉ.વ.42, રહે. ગૌતમ બુધ્ધનગર),કરીમ બાઉદીન સમા (ઉ.વ.26, રહે. જંગલેશ્વર),હેમાંગ હરેશ દવે (ઉ.વ. 49,રહે. જુની પપૈયા વાડી, ગુરૂપ્રસાદ ચોક), લક્કીરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.વ. 28, રહે. વિશ્વકર્મા સોસાયટી પાસે), રવિ વિનોદ વડાલીયા (ઉ.વ. 34, રહે. સત્યમ હિલ્સ, વાવડી) અને વિક્રમ બટુકભાઈ પતરીયા (ઉ.વ. 51, રહે. લાભદીપ સોસાયટી, મવડી ચોક) ની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપી પાસેથી રૂ.100ની કિંમતનો 5 લીટર દેશી દારૂ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy