અમરેલીના વરસડા નજીક પોલીસે પશુઓને બચાવ્યા

Local | Amreli | 07 May, 2024 | 02:56 PM
બાબરાના દરેડ ગામે કાકાએ ભત્રીજા-ભાભીને માર માર્યો
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) 
અમરેલી, તા.7
અમરેલીમાં રહેતા રફીકભાઈ હબીબભાઈ ખોરાણી તથા અફઝલભાઈ ઇસ્માઇલભાઈ ખોરાણીયએ પોતાના હવાલાવાળા ટ્રક નંબર જી.જે.-14 ડબલ્યુ 1943 માં ભેંસ જીવ નંગ-9 કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર, ખીચો-ખીચ રીતે બાંધી (ગોંધી) રાખી ભેંસ જીવ નંગ-9ની કિંમત રૂપિયા 3,15,000 તેમજ ટ્રકની કિંમત રૂપિયા 4,00,000 મળી કુલ  કિંમત રૂપિયા 7,15,000 લઈ અમરેલીના અમરેલી, લાઠી ચોકડી પાસે  પસાર થતાં ત્યારે પોલીસે તલાશી લઈ ભેંસ ટ્રક કબ્જે કરી અને ભેંસને પાંજરાપોળ, અમરેલી ખાતે મુકવા તજવીજ કરવામાં આવેલ છે અનેઝડપાયેલ બંન્ને ઇસમને ધોરણસર અટક કરેલ છે.

બાબરા તાલુકાના દરેડ ગામે રહેતા અને ખેતી કામ કરતાં કરણભાઈ રાજાભાઈ ગરૈયા નામનાં ખેડૂત ર3 વર્ષિય યુવક તથા તેમની માતા જયાબેન પોતાની વાડીએ ભેંસો બાંધેલ તેમને માં-દિકરો  નિરણ પાણી નાખતા હતા. તે દરમ્યાન કરણભાઈના સગા કાકા આરોપી લાભુભાઈ અમરાભાઈ ગરૈયા સનેડો ટ્રેકટર લઈને આવી ખેડૂત યુવકને કહેલ કે તારી ભેસો બાંધેલ છે ત્યાં મારે ખાતર નાખવાનું છે તું તારી ભેંસો બીજા સ્થળે લઈ જા. તેમ કહી ખેડૂત યુવકને ગાળો આપી એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી પાસે રહેલ લોખંડની ખંપાળી વડે ખેડૂત યુવકને માથાના ભાગે ખપાળીના ઘા મારી દેતા ખેડૂત યુવકને માથામાં ગંભીર ઈજા કરી નીચે પાડી દઈ ડાબા પગે ઈજા કરેલ. આ દરમ્યાન ખેડૂત યુવકને બચાવવા તેમની માતા જયાબેન વચ્ચે પડતા તેને પણ લોખંડની ખંપાળીનો એક ઘા તેણીને મારતા કપાળમાં ડાબી બાજુ મારતા ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj