રાજકોટમાંથી ગુમ કે અપહરણ થયેલી 171 વ્યક્તિને શોધી કાઢતી પોલીસ

Local | Rajkot | 03 July, 2024 | 04:07 PM
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા 105 અને જુદા જુદા પોલીસ મથકની ટીમે 66 વ્યક્તિને શોધી કાઢી હતી
સાંજ સમાચાર

►ડીસીપી ક્રાઈમ અને એસીપી ક્રાઈમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમે રાજ્યમાં અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અને રાજ્ય બહાર દિલ્હી-બિહાર જઈ કાર્યવાહી કરી

રાજકોટ, તા.3

પોલીસે રાજકોટમાંથી ગુમ કે અપહરણ થયેલી 171 વ્યક્તિને શોધી કાઢી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા 105 અને જુદા જુદા પોલીસ મથકની ટીમે 66 વ્યક્તિને શોધી કાઢી હતી. ડીસીપી ક્રાઈમ અને એસીપી ક્રાઈમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમે રાજ્યમાં અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અને રાજ્ય બહાર દિલ્હી-બિહાર જઈ કાર્યવાહી કરી હતી.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસ કમિશનર દ્વારા તા. 20/5/24થી તા. 20/6/24 સુધી શોધવાના બાકી ગુમઅપહરણ થયેલ બાળકો, વ્યકિતઓને શોધવા માટે ખાસ ડ્રાઇવ રાખવા સુચના કરેલ હતી. જે અન્વયે અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ તથા એ.સી.પી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના પીઆઈ કે.જે.કરપડાના સુપરવિઝન હેઠળ યુનીટના કર્મચારીઓ તથા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી સર્વેલન્સ સ્કવોડના એક-એક પોલીસ કર્મચારીની નિમણુંક એક માસ માટે એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટમાં કરેલ અને જેની 4 અલગ અલગ ટીમો બનાવી રાજકોટ શહેરના શોધવાના બાકી રહેલ ગુમ, અપહરણ થયેલ વ્યક્તિને શોધી કાઢવા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી પીઆઈ કે.જે. કરપડા, એએસઆઈ બાદલભાઇ દવે, હરપાલસિંહ ઝાલા, પુષ્યપરાજસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઈ ગઢવી, હરસુખભાઇ વાછાણી, મહમદ આરીફ અંશારી, કોન્સ્ટેબલ ભુમીકાબેન ઠાકર, એએસઆઈ ચેતનભાઈ, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઇ, પ્રકાશભાઇ, જગદિશસિંહ પરમાર, સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ પંકજભાઇ માળી, નરેશસિંહ, નરસંગભાઇ, ભાવેશભાઈ, ભગીરથસિંહ, શિવભદ્રસિંહ, રોહિતભાઇ વગેરે દ્વારા કરવામાં આવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj