વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વહેલુ મતદાન કરી સંદેશ આપ્યો

ગુજરાતમાં ‘હીટવેવ’ વચ્ચે 50%ને પાર મતદાન : હવે આખરી કલાકો પર નજર

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 07 May, 2024 | 03:56 PM
► સવારની કતારો બાદ બપોરે આકરા તાપમાં મતદાન મથકો ખાલી થવા લાગ્યા: 60% આસપાસની મતદાનની પેટર્ન જળવાઈ રહે તેવા સંકેત
સાંજ સમાચાર

 વલસાડ-ભરૂચ-બનાસકાંઠા-છોટા ઉદેપુર સહિતના જીલ્લાઓ અને ખાસ કરીને આદિવાસી ક્ષેત્રમાં મતદાન વધુ: પોરબંદરમાં સૌથી ઓછું

► અનેક જીલ્લાઓમાં ક્ષત્રિય ફેકટરની અસર: સામુહિક મતદાનનો ટ્રેન્ડ જોવા મળ્યો: કમીટેડ વોટ કાઢવા રાજકીય પક્ષોએ મહેનત કરી

રાજકોટ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકાના મતદાનમાં ગુજરાતની 25 લોકસભા બેઠક પર બપોરે 45% જેવું મતદાન થઈ ગયુ છે અને સમગ્ર રાજયમાં 60થી62% મતદાન થવાના સંકેત છે. આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થતા જ મત આપવા કતાર લાગી હતી. ખાસ કરીને આજે બપોરે 12 વાગ્યા પછી હીટવેવની આગાહીથી સિનીયર સીટીઝન સહિતના તમામે વહેલા મતદાનની તૈયારી સાથે મતદાન મથકો પર પહોંચી ગયા હતા.

પ્રથમ કલાકમાં 10% મતદાન નોંધાયા બાદ પણ મતદારોની કતાર યથાવત રહી છે. રાજયમાં સુરત બેઠક બિનહરીફ થયા બાદ 25 બેઠકો પર ભાજપે છેલ્લી બે ચૂંટણીની તમામ 26 બેઠકો પર જે રીતે હેટ્રીક સર્જવા માટે જે ટાર્ગેટ આપ્યો છે તેની અસર હેઠળ ભાજપના કાર્યકર્તાઓ સવારથી જ પક્ષના કમીટેડ લોકોમાં વધુને વધુ મતદાન થાય તે માટે વ્યસ્ત થયા હતા.

જો કે બપોરે તડકાનો પારો ઉંચો ચડતા જ મતદારોની કતાર પર અસર પડી હતી. છતાં બપોરે 1 વાગ્યા સુધીમાં આદિવાસી મતક્ષેત્રમાં મતદાનની ટકાવારી ઉંચે જાય તેવા સંકેત છે. વલસાડમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 45.34% છોટા ઉદેપુરમાં 42%, ભરૂચમાં 43% જેવું મતદાન નોંધાતા આ બેઠકો પર જે રસાકસીનો જંગ છે તે રસપ્રદ પરિણામ આવે તેવા સંકેત છે.

સૌરાષ્ટ્રમાં પણ ક્ષત્રિય વિવાદની ઈફેકટ હેઠળ આજે સવારે આ સમાજના માર્કેટમાં કેસરી સાફા સાથે ભાઈઓ અને કેસરીયા સાડીમાં ક્ષત્રિય બહેનોએ સામુહિક મતદાન માટે કતાર લગાવી હતી. રાજકોટ ઉપરાંત જામનગર-સુરેન્દ્રનગર તથા ભાવનગરમાં આ દ્રશ્યો જોવા મળતા હતા અને બનાસકાંઠામાં સૌથી વધુ 45% અને પોરબંદરમાં સૌથી ઓછું 30% મતદાન નોંધાયુ હતું અને હવે સાંજે 6 વાગ્યા સુધીમાં 60થી62% મતદાનના સંકેત છે.

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમીત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ વહેલુ મતદાન કરીને લોકોને વધુને વધુ મતદાન કરવા પ્રેરીત કર્યા હતા. આ સાથે ગુજરાતમાં તમામ 25 બેઠકોનું ભાવી ઈવીએમમાં કેન્દ્રીત થઈ જશે અને તા.3ના પરિણામ સુધી ઉતેજના રહેશે.

બપોરે 3 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 47.03 ટકા મતદાન

► કચ્છ - 41.18%
►બનાસકાંઠા - 55.74%
► પાટણ - 46.69%
► મહેસાણા - 48.15%
► સાબરકાંઠા - 36.00%
► ગાંધીનગર - 48.99%
►અમદાવાદ પૂર્વ - 43.55%
► અમદાવાદ પશ્ચિમ - 42.21%
► સુરેન્દ્રનગર - 40.93%
► રાજકોટ - 46.47%
► પોરબંદર - 37.96%
► જામનગર - 42.52%
► જુનાગઢ - 44.47%
► અમરેલી - 37.82%
► ભાવનગર - 40.96%
► આણંદ - 52.49%
► ખેડા - 46.11%
► પંચમહાલ - 45.72%
► દાહોદ - 46.97%
► વડોદરા - 47.48%
► છોટા ઉદેપુર - 54.24%
► ભરૂચ - 54.90%
► બારડોલી - 51.97%
► નવસારી - 48.03%
► વલસાડ - 58.05%

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj