મોરબીમાં રૂપાલાની રેલી પૂર્વે પોસ્ટર-બેનર ફાડી નખાયા: કરણીસેનાના હોદ્દેદારો ‘નજરકેદ’

Local | Morbi | 15 April, 2024 | 04:40 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.15

 રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ટીપ્પણી કરતા ક્ષત્રિય રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. આજે સાંજે મોરબીમાં પરસોતમ રૂપાલાના રોડ શો સભા પૂર્વે જ ભાજપના પોસ્ટર, બેનરો ફાડી નખાતા રાજપૂત સમાજના આગેવાનો અને કરણી સેનાના આગેવાનોને નજર કેદ કરાયા છે.

 મોરબી, જામનગર, સુરેન્દ્રનગર સહિતના જીલ્લાના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આજે મોરબીમાં રોડ શો-સભાનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અન્ય રાજયોમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા બમણા વેગથી પ્રચાર પ્રસાર શરૂ રાખ્યો છે. જે અંતર્ગત આજરોજ સાંજે મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાનો રોડ શો સભાનું આયોજન થતા કોઈ ખલેલ ન પડે તે માટે રાજપુત કરણી સેના અને રાજપુત સમાજના અગ્રણીઓને નજર કેદ કરાયા છે.

 સાંજે રૂપાલાની રેલી પૂર્વે જ અનેક સ્થળોએ ભાજપના પોસ્ટર-બેનરોને ફાડી નાખવામાં આવતા પોલીસ એલર્ટ થઈ છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોને નજર કેદ કરાયા હતા.
 મોરબીમાં આજે પરસોતમભાઈ રૂપાલાનો રોડ શો તેમજ સભા છે. ત્યારે રામના બેનર કાઢીને ભાજપે પોતાના ઉમેદવારોના બેનર માર્યા તે વાતનો રોષ છે તેવામાં સાંજે રૂપાલાનો રોડ શો જનસંપર્ક તેમજ સીરામીક એસો. સહિતના એસો.ની સભા યોજાવાની છે તે પૂર્વે મોરબી રાજપુત કરણી સેનાના હોદેદારો તેમજ આગેવાનો અને રાજપુત સમાજના આગેવાનોને ભાજપના ઈશારે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે. તેથી આ સરમુખત્યારશાહીનો સ્પષ્ટ શબ્દોમાં રાજપુત સમાજ-કરણી સેના દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે. હવે આ રોષે માત્ર પરસોતમ રૂપાલા પુરતો રહ્યો નથી જો ભાજપ ફેરફાર નહીં કરે તો તમામ બેઠકો ઉપર વિરોધમાં મતદાન થશે તેવો ઘાટ હાલના ઉગ્ર બની રહેલા આંદોલન ઉપરથી દેખાઈ રહ્યું છે.

 આજે તા.15ના સાંજે 5 વાગ્યાથી જુદા જુદા વિસ્તારમાં રૂપાલાની રેલી-જનસંપર્ક બાદ સાંજે 7 વાગ્યે કલાસીક બેંક વેટમાં વિવિધ સંગઠન-એસોસીએશનની સભા યોજાવાની છે તેને લઈને શહેરભરમાં ચર્ચા જાગી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj