રાજકોટ,તા.16
રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વ્રારા સ્વચ્છ સર્વેક્ષણ - 2024 અને નિર્મળ ગુજરાત 2.0 અભિયાન હેઠળ પ્રિ-મોન્સૂન વોકળા સફાઈ ગઈકાલે વોર્ડ નં.4, 5, 15, 2, 7 અને 10માં આવેલ વોંકળાની સફાઈ કરવામાં આવી હતી.
પૂર્વ ઝોનના વોર્ડ નં.4માં વોર્ડ નં.4 ’અ’ની વોર્ડ ઓફીસની બાજુમાં, જે.સી.બી. અને ડમ્પરથી વોકળા સફાઈની કામગીરી, વોર્ડ નં. 5 વાસંગી દાદાના મંદિર પાસે માલધારી સોસા. વોકળામાં સફાઈની કામગીરી, વોર્ડ નં.15 રામનગર શેરી નં.5 ખોડિયાર ડેરી સામે વોકળામાં માણસોથી સફાઈની કામગીરી, વોર્ડ નં.15 જિલ્લાના નાલે વોકળામાં સફાઈની કામગીરી કરવામાં આવેલ હતી.
મધ્ય ઝોનના વોર્ડ નં.2 કોલ સેન્ટર ફરીયાદમાં સદર બજાર ભારત ફ્રુટ સામે વોકળા સફાઈ, વોર્ડ નં.7 સદર બજાર તાલુકા શાળા પાસે નાળા વોકળાનો ગાળ કચરો સફાઈ તથા વોકળા સફાઈ કરવામાં આવેલ હતી. પશ્ર્ચિમ ઝોનના વોર્ડ નં.10 સદગુરુ નગર વોકળા મેન્યુલ સફાઈ તથા એ. જી. ક્વાર્ટર દીવાલ પાસે જેસીબી ડમ્પર દ્વારા વોકળા સફાઈકરવામાં આવેલ હતી.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ તથા નાયબ કમિશનર સ્વપ્નિલ ખરેની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ કામગીરી કરવામાં આવેલ છે.
જે અંતર્ગત પર્યાવરણ ઇજનેર અને લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy