મતદાનની વ્યવસ્થા માટે વહીવટી તંત્રની તૈયારી પૂર્ણ: જિલ્લા ચૂંટણી અધિકારી

Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 06 May, 2024 | 03:41 PM
સાંજ સમાચાર

જામનગર તા.6
જામનગર 12-લોકસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ થાય એ પ્રકારની વ્યવસ્થા અંગે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં સાત વિધાનસભા વિભાગની અંદર કુલ 224 ઝોનલ રૂટ નક્કી કરાયા છે. જેમાં જામનગર જિલ્લામાં 148 ઝોનલ રૂટ ઉપર  ઝોનલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે જામનગર જિલ્લામાં કુલ ઇપીસી કાર્ડ 18,17,864 છે. તેમજ યુવા મતદારો 45180 જે પ્રથમ વાર મતદાન કરશે. જ્યારે 85 વર્ષથી વધુ વયના 17369 મતદારો નોંધાયેલા છે તેમજ દિવ્યાંગ મતદારોની વાત કરીએ તો લોકસભાની બેઠકમાં 17634 નોંધાયેલ છે અને મતદાન કરવા માટે કાપલી વિતરણનું કામ જામનગર જિલ્લાની અંદર 98.96 ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 99.04 ટકા પૂર્ણ થયું હોવાનું જણાવ્યું હતું.

મતવિભાગમાં કુલ 1881 મતદાન મથકો આવેલ છે. જેમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભાના મતવિભાગમાં 1247 મતદાન મથકો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે વિધાનસભામાં 634 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે. જેમાંથી કુલ 451 સંવેદનશિલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં 304 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 147 સંવેદનશીલ મતદાન મથકો આવેલાં છે. જેમાં કાલાવડ વિધાનસભામાં 69, જામનગર ગ્રામ્યમાં 68, જામનગર ઉત્તરમાં 48, જામનગર દક્ષિણમાં 53 અને જામજોધપુરમાં 66 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખંભાળિયા વિધાનસભામાં 63 અને દ્વારકામાં 84 સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે.

જામનગર જિલ્લાની અંદર પ્રત્યેક વિધાનસભા દિઠ મહિલા સંચાલિત 7 મથકો તેમજ દિવ્યાંગ સંચાલિત એક મતદાન મથક આ ઉપરાંત મોડેલ મતદાન તરીકે એક મતદાન મથક જેમાં જુદી જુદી થીમ આધારીત આ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. જેમાં બાંધણી, પક્ષી અભ્યારણ્ય અને જામનગરની વિશેષતા આધારિત બાબતોનો સમાવેશ કરાયો છે. તેમજ યુવા અધિકારી દ્વારા સંચાલિત જિલ્લામાં એક મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

જામનગર લોકસભાની બેઠકમાં મતદાન મથકોને વેબ કાસ્ટીંગથી જોડવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1881 મતદાન મથકો આવેલાં છે. જેમાંથી 554 મતદાન મથકો વેબ કાસ્ટીંગથી જોડાયા છે. આ ઉપરાંત મતદાન મથકો ઉપર હાલ હીટ-વેવની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મતદારોને તકલીફ ન પડે તે માટે ઓ.આર.એસ. તેમજ પેરામેડીકલની ટીમ ઉ5રાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેની મેડીકલની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

આ પત્રકાર પરિષદમાં ખર્ચના હિસાબ અંગેની માહિતી જિલ્લા વિકાસ અધિકારીએ આપતા જણાવ્યું હતું કે, ત્રણ વાર ખર્ચની માહિતીનું કામ પુર્ણ થયું છે. જેમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે રૂા.27,33,206 તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદાવર વકીલ જે.પી.મારવિયાએ રૂા.11 લાખથી વધુનો ખર્ચ કરેલ છે.  અન્ય અપક્ષ ઉમેદવારોએ પણ એક લાખની અંદર ખર્ચ કર્યો છે. જ્યારે એક ઉમેદવારને ખર્ચના હિસાબને લઇને નોટીશ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj