સાળંગપુર,તા.30
દુબઈની ધરતી પર સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામીની ત્રણ દિવસની શ્રીહનુમાન ચરિત્ર કથાનું આયોજન કરાયું હતું. જેમાં કથાના ત્રીજા દિવસે નિલકંઠ ભગત હરિપ્રકાશદાસજી સ્વામીના મોટા ગુણોની વાત કરી હતી. ગુજરાતમાં હનુમાન ચાલીસાની અલખ જગાવી છે. લાખો લોકો હનુમાનજીના જીવનમાંથી પોતાનું જીવન શણગારે છે. હનુમાનજીમાંથી પ્રેરણા લે છે. આધ્યાત્મિક અને વ્યવહારુ પ્રેરણા લે છે.
વાત કરવાની આવડત હનુમાજી મહારાજ શીખવે છે, સાહસ હનુમાનજી મહારાજ શીખવે છે. સ્વામીજીએ હનુમાનજી મહારાજના ચરિત્રનું વર્ણન એવી રીતે કર્યું કે લાખો યુવાનોના હનુમાનજી રોલ મોડલ બન્યા છે. સ્વામીજીને સાંભળનારાઓની સંખ્યા એક મહિનામાં એક કરોડને પાર પહોંચી ગઈ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy