વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં સવારે 7.45 કલાકે મતદાન કર્યુ : અમિત શાહ સાથે મીની-વોક શો કર્યો

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Ahmedabad | 07 May, 2024 | 09:53 AM
રાણીપની નિશાન સ્કુલ પાસે મોદીને આવકારવા સેંકડો લોકો ઉમટયા : મહિલાએ મોદીને રાખી બાંધી : સૌને મતદાન કરવા સાથે સ્વાસ્થ્યની ચિંતા કરવા અપીલ
સાંજ સમાચાર

અમદાવાદ: લોકસભા ચૂંટણીમાં આજે ગુજરાત સહિત 12 રાજયોમાં અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં 92 બેઠકો પર યોજાઈ રહેલા મતદાનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન સ્કુલમાં સવારે 7.45 કલાકે મતદાન કર્યુ હતું.

વડાપ્રધાન ગઈકાલે રાત્રીના જ અમદાવાદ પહોંચી ગયા હતા છતાં તેઓએ રાજભવનમાં રાત્રીરોકાણ કરી સવારે અમદાવાદમાં તેમના મતદાન મથકમાં પવિત્ર ફરજ બજાવવા પહોંચી ગયા હતા.

શ્રી મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પણ જોડાયા હતા. બન્ને નેતાઓને આવકારવા માંગ પર ભારે ભીડ બન્ને તરફ ઉમટી હતી અને મોદી મોદીના નારા લગાવતા હતા.

રાણીપમાં અંબિકા ચાર રસ્તા પરથી વડાપ્રધાન શ્રી મોદીએ તેમનો કાફલો રોકી દીધો હતો અને પછી ચાલતા મતદાન મથક ખાતે ગયા હતા અને પોતાનો મત નાખ્યો હતો. બાદમાં અમીત શાહ પણ જોડાયા હતા.

શ્રી મોદી તેમને આવકારવા જે ભીડ ઉમટી હતી તેની પાસે પહોંચ્યા હતા અને એક વૃદ્ધ મહિલાએ વડાપ્રધાન શ્રી મોદીને રાખી બાંધી હતી. શ્રી મોદીએ ભીડમાં પણ તેમની સામે રહેલા એક મહિલાના હાથમાં રહેલા નાના બાળકને રમાડયું હતું. મોદીએ બાદમાં લોકોને તડકા પુર્વે જ મતદાન કરવા માટે અપીલ કરવાની સાથે તેમના સ્વાસ્થ્યનું ખાસ ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો.

આ અગાઉ શ્રી મોદીએ આજે દેશમાં જે જે રાજયમાં મતદાન યોજાઈ રહ્યું છે તે રાજયની ભાષામાં ટવીટ કરીને લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગુજરાતીમાં તેઓએ ટવીટ કરીને લોકશાહીન આ મહાપર્વમાં આપની સક્રીય ભાગીદારી ચોકકસપણે ચુંટણીને ગતિશીલ બનાવશે તેવું જણાવીને તમામને મતદાન કરવા અપીલ કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj