અમરેલીનાં શેડુભાર ગામે વન વિભાગે ગેરકાયદે વાયર ફેન્સીંગ કરતા વિરોધ: ગ્રામજનોનું આવેદન

Local | Amreli | 26 April, 2024 | 11:20 AM
ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી વિના છ હેક્ટર જમીન વાળી લીધી
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.26 અમરેલી નજીક આવેલ શેડુભાર ગામપંચાયતના સદસ્ય ભયલુભાઈ વાળાની આગેવાનીમાં ગામજનોએ કલેકટરને આવેદન પત્ર પાઠવેલ છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે અમરેલીના શેડુભાર ગામના સર્વે નં. 607 પૈકી 1 માં 7 હેકટર જેટલી જમીનમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પુછપરછ કરતાં કોઈ ગ્રામ પંચાયતની પણ કોઈ પૂર્વ મંજુરી લેવામાં આવેલ નથી. શેડુભાર ગ્રામ પંચાયત દ્વારા અગાઉ એક હેકટરમાં વૃક્ષારોપણ માટે જમીન ફાળવવામાં આવેલ હતી જયાં વૃક્ષારોપણ કર્યા બાદ આજદિન સુધી વૃક્ષોને પાણી પાવાની કોઈ વ્યવસ્થા કરેલ નથી. શેડુભાર ગામના અમરેલી હાઈવે પર પણ ગેરકાયદેસર રીતે આશરે ત્રણ હેકટર જેટલી જગ્યામાં વાયર ફેંસીંગ કરવામાં આવેલ છે જેનો પણ અમોએ વિરોધ કરેલ નથી. શેડુભાર ગામની વસ્તી 10 હજાર જેટલી વસતી છે અહીયા ગૌચર જમીન પણ ખુબ જ ઓછી છે, પશુધનની પણ સંખ્યા પણ વિશાળ છે. માલધારીઓને પોતાના પશુઓને ચરણીયા આ એક જ મહત્વનો વિસ્તાર છે. આ ગૌચર તથા સરકારી પડતર જમીનમાં ફોરેસ્ટ વિભાગ ઘ્વારા પોતાના હોદા અને સતાનો દુર ઉપયોગ કરી કરવામાં આવી રહેલ કામગીરી તાકીદે બંધ કરાવવી જરૂરી છે. વધુમાં જણાવેલ છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા શેડુભાર ગ્રામ પંચાયત કે સંબધીત સતાવાળાઓની મંજુરી લેવામાં આવેલ નથી તેમ છતા માથાભારે શખ્સો જેકામગીરી કરે તે ફોરેસ્ટ વિભાગ દ્વારા કરાવવામાં આવી રહેલ છે તે તદ્ર કાયદાથી વિરુધ્ધની પ્રવૃતિ છે. આવી રીતે ગેરકાયદેસર રીતે વાયર ફ્રેન્સીંગ કરી સરકારી નાંણાનો દુરઉપયોગ કરી રહેલ છે જેના પરીણામે જનતાના પૈસાનો દુરઉપયોગ સંબધિત અધિકારી કરી રહયા હોય તેમના પગારમાંથી વસુલ કરવા જોઈએ કારણ કે ગેરકાયદેસર રીતે વાયર ફ્રેન્સીંગ કરવામાં આવી રહેલ છે તેના કારણે થનાર ખર્ચનો કોઈ હેતુ સરે તેમ નથી. વધુમાં જણાવેલ છે કે ગામજનો અને અને માલધારીઓના વિશાળ હિતમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા શેડુભાર ગામના સર્વે નં. 607/1 પૈકી માં કરવામાં આવી રહેલ વાયર ફ્રેન્સીંગ દિન-10 માં આ ફોરેસ્ટ વિભાગની ગેરકાયદેસરની પ્રવૃતિ બંધ નહી કરાવવામાં આવે તો શેડુભાર ગામના ગ્રામજનોએ ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની સઘળી જવાબદારી અમરેલી ફોરેસ્ટ વિભાગની રહેશે તેમ અંતમાં જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj