જામજોધપુરમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન

Local | Jamnagar | 25 April, 2024 | 12:44 PM
સભામાં 200 યુવાનો ઘુસે તે પહેલા જ પોલીસે કરી અટકાયત: સુત્રોચ્ચાર
સાંજ સમાચાર

(ભરત ગોહેલ)
જામજોધપુર તા.25
 જામજોધપુરમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે જ ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યા હતા જો કે આયોજીત સભામાં ક્ષત્રિય સમાજના 200 યુવાનો ઘુસે તે પહેલા જ તેઓની પોલીસે અટકાયત કરી હતી.

 જામજોધપુરમાં લોકસભાના ઉમેદવાર પુનમબહેન માડમના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદઘાટન સમારોહ લઈને જીલ્લાભરમાંથી એલસીબી તતા વિવિધ પોલીસ ડીપાર્ટમેન્ટની બ્રાંચ વિવિધ તાલુકાની પોલીસ ખાનગી પોલીસ ડેપ્યુટી અધિકારી અનેક પીએસઆઈ, પીઆઈઓ પોલીસ કર્મચારીનો જબરદસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

 જેમાં પ્રજાને કાર્યકરો કરતા પોલીસ વધુ જોવા મળી હતી. ત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો હતો. રાજપુત યુવાનોનો 200 થી વધુનો મોટો સમૂહ કાર્યાલય નજીક આવી પહોંચી ગયો હતો અને સભા સ્થળમાં ઘુસે તે પહેલા સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કર્યો હતો. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક રાજપૂત યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલા વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj