વઢવાણ મામલતદાર કચેરીમાં દાખલો મેળવવા કતારો

Local | Surendaranagar | 19 April, 2024 | 01:07 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 19
સુરેન્દ્રનગરનું તંત્ર લોકસભાની તૈયારીઓમાં લાગ્યું છે. ત્યારે બીજી તરફ વઢવાણ મામલતદાર કચેરીમાં દાખલો મેળવવા લાંબી લાઇનો લાગી છે. ભરઉનાળે પ્રમાણપત્ર મેળવવા માટે પરસેવો પાડવો પડતો હોવાથી રોષ ફેલાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ મતદાન માટે પ્રચાર-પ્રસાર કરવામાં તંત્ર વ્યસ્ત છે. તેવામાં વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને અરજદારોને લાંબી લાઇનોમાં ઉભુ રહેવું પડે છે.

આથી અરજદારો કાળઝાળ ગરમીમાં પરસેવો પાડી રહ્યા છે. આથી નંદુભાઇ, પંડ્યાભાઇ, હરસાણાભાઇ વગેરેએ જણાવ્યું કે વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે હાલ એક જ બારી છે અને તેમાં પણ ઘણી વખત કનેક્ટિવિટીના લોચા હોય છે તેથી લાંબી લાઇનો લાગે છે. તંત્ર દ્વારા બીજી બારી શરૂ કરાય તેમજ છાંયડો અને બેસવા માટેની વ્યવસ્થા કરાય તેવી લોક માંગ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj