આખરે સતત 6 હાર બાદ બેંગ્લુરુ જીત્યું : IPL ની આ સિઝનમાં SRH ને હરાવનાર પ્રથમ ટીમ બની RCB

India, Sports | 26 April, 2024 | 10:41 AM
કોહલી-પાટીદારની ફિફ્ટી; કર્ણ-સ્વપ્નિલ અને ગ્રીનને 2-2 વિકેટ મળી હતી
સાંજ સમાચાર

હૈદરાબાદ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL-2024માં બીજી મેચ જીતી લીધી છે. ટીમે સિઝનની 41મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 35 રનથી હરાવ્યું હતું. બેંગલુરુએ સતત 6 મેચ હાર્યા બાદ સિઝન જીતી છે, જ્યારે હૈદરાબાદે સતત 4 જીત બાદ એક મેચ હારી છે.

હૈદરાબાદના રાજીવ ફગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 7 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 171 રન જ બનાવી શકી હતી.

RCB તરફથી વિરાટ કોહલી (51 રન) અને રજત પાટીદાર (50 રન) એ અર્ધસદી ફટકારી હતી. કેમેરોન ગ્રીને 20 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 25 રનનું યોગદાન આપ્યું હતું. જયદેવ ઉનડકટે 3 વિકેટ લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સ, ટી નટરાજન અને મયંક માર્કંડેને એક-એક વિકેટ મળી હતી.

SRH તરફથી શાહબાઝ અહેમદે 40 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેપ્ટન પેટ કમિન્સ અને અભિષેક શર્માએ 31-31 રનની બરાબરી કરી હતી. ડેબ્યૂ કરનાર સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા અને કેમરન ગ્રીનને 2-2 વિકેટ મળી હતી.

 

RCB પોઈન્ટ ટેબલમાં પંજાબ સાથે સમાન પોઈન્ટ ધરાવે છે, બંને છેલ્લા સ્થાને છે 
આ જીત સાથે RCB એ 9 મેચમાં 2 જીત સાથે પંજાબ કિંગ્સ સાથે 4 પોઈન્ટની બરાબરી કરી લીધી છે. પંજાબના 8 મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ છે. જોકે, નબળા રન રેટના કારણે RCB ટેબલમાં છેલ્લા સ્થાને છે. બીજી તરફ, SRH 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj