રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર કરશે

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 25 April, 2024 | 03:00 PM
કોંગ્રેસ મોવડી મંડળે આળસ મરડી: અનેક નેતાઓને ગુજરાત મોકલશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.1
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ નિશ્ચિત થવાની સાથે કોંગ્રેસ મોવડી પણ હવે આળસ મરડીને હવે બેઠુ થયું છે અને પ્રિયંકા ગાંધી તા.27ના રોજ વલસાડ લોકસભા બેઠક માટે ધરમપુરમાં સભાને સંબોધશે તો રાહુલ ગાંધી તા.29ના રોજ પાટણ આવી રહ્યા છે અને તેઓ અહીં કોંગ્રેસની રેલીને સંબોધશે. 

આ ઉપરાંત તા.28ના રોજ પક્ષના પ્રવકતા અભિષેક મનુ સિંઘવી અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધશે જ્યારે તેલંગણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત અને છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલ કોંગ્રેસની સભાઓને સંબોધશે.

કોંગ્રેસે આ ઉપરાંત કનૈયા કુમારને ગુજરાતમાં સભા સંબોધવા ખાસ આમંત્રણ આપ્યું છે. જ્યારે અલ્કા લાંબા, પવન ખેડા અને ઇમરાન પ્રતાપગઢી પણ ગુજરાત આવી રહ્યા છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj