કેરીની દુકાનો-લારીઓમાંથી ઝબલા જપ્ત કરવા દરોડા

Local | Rajkot | 08 May, 2024 | 04:43 PM
બે દિવસમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે 113 આસામી પાસેથી 6.5 કિલો પ્લાસ્ટીક જપ્ત કર્યુ : ગંદકી બદલ 30 હજારનો દંડ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 8

મનપાના ત્રણેય ઝોનમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. 6 અને 7ના રોજ  કુલ 113 આસામીઓ પાસેથી 6.50 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.30084નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. 

જુદી જુદી દુકાનો ઉપરાંત ખાણીપીણી બજાર, ફ્રુટની લારીઓ, હોકર્સ ઝોનમાં પણ આ અંગેના ચેકીંગ ચાલી રહ્યા છે. ઉનાળામાં ધુમ વેચાતી કેરીના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકીંગ ચાલી રહ્યું છે. 
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 36 આસામીઓ પાસેથી 800 ગ્રામ પ્લાસ્ટીક જપ્ત કરી  ગંદકી કરતા આસામી પાસેથી રૂ.6700નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનમાં  49 આસામીઓ પાસેથી પાંચ કિલો  પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.16550નો વહીવટી ચાર્જ વસુલાયો હતો. જયારે ઈસ્ટ ઝોનના 28 આસામીઓ પાસેથી 700 ગ્રામ પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.6834નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ કામગીરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલની સુચનાથી પર્યાવરણ વિભાગની ટીમ કરી રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj