રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ ધર્મપત્ની સાથે સામાન્ય મતદાતાની જેમ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું

Local | Rajkot | 07 May, 2024 | 05:47 PM
સાંજ સમાચાર

રાજકોટ તા. 07 મે : લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના ત્રીજા તબક્કાના મતદાન કાર્યક્રમ હેઠળ રાજકોટ જિલ્લામાં મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ અને કલેક્ટર પ્રભવ જોશીએ તેમના ધર્મપત્ની સહ 69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં આઈ.પી. મિશન સ્કુલ ખાતે બૂથ નં. 284 પરથી મતદાન કર્યું હતું. 

કલેક્ટર પ્રભવ જોશી અને તેમના ધર્મપત્ની એવા આસિસ્ટન્ટ જોઈન્ટ ઇન્કમટેક્સ કમિશનરશ્રી અનન્યા કુલશ્રેષ્ઠએ મતદાન કરવા અપીલ કરતાં કહ્યું હતું કે, "લોકશાહીનો અવસર છે ત્યારે સૌ નાગરિકોએ તેમાં અચૂક મતદાન કરીને આ અવસરને ઉજવવો જોઈએ.” આ તકે કલેક્ટરએ પરિવાર સહ સામાન્ય મતદાતા સમાન હરોળમાં ઊભા રહીને તમામ નિયમોના પાલન સાથે મતાધિકારની નૈતિક ફરજ નિભાવી હતી.

મતદાન બાદ કલેકટર શ્રી તથા તેમના ધર્મ પત્નીએ સેલ્ફી પોઇન્ટ પર ઈન્કડ ફિંગર દર્શાવી અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈ.પી. મિશન શાળા ખાતે મતદાન મથક નંબર 284માં 581 પુરુષો અને 532 સ્ત્રીઓ મળીને કુલ 1113 મતદાતાઓ નોંધાયેલા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj