◙ વિજ્ઞાન પ્રવાહમાં 96 અને સામાન્ય પ્રવાહમાં 889 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં ઝળકયા: રેકોર્ડબ્રેક પરિણામના પગલે પરીક્ષાર્થીઓ ખુશખુશાલ: કોલેજો છલકાય જશે
રાજકોટ તા.9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એમ બન્ને પરીક્ષાના રેકોર્ડબ્રેક પરિણામ આજે એક સાથે જાહેર કરી દેવામાં આવેલ છે. શિક્ષણ બોર્ડના ઉચા અને રેકોર્ડ બ્રેક પરિણામના પગલે રાજયમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 1,11,132 વિદ્યાર્થીઓમાંથી માત્ર 19507 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
જયારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 3782681 વિદ્યાર્થીઓમાંથી 30530 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું રાજયનું પરિણામ 82.45 ટકા આવેલ છે. જયારે રાજકોટ જિલ્લાનું પરિણામ 92.06 ટકા રહ્યું છે. 7363 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જેમાં કેન્દ્રવાર પરિણામમાં ધોરાજીનું 93.91 ટકા, ગોંડલનું 94.63 ટકા જેતપુરનું 87.96 ટકા રાજકોટ પૂર્વનું 88.15 ટકા રાજકોટ પશ્ર્ચિમનું 92.11 ટકા અને જસદણ કેન્દ્રનું પરિણામ 87.13 ટકા આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં રાજકોટમાંથી 8013 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 7998 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકીના 7363 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 96 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં 1063 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડમાં 1991 વિદ્યાર્થીઓ બી-1 ગ્રેડમાં 1899 વિદ્યાર્થીઓ બી-2 ગ્રેડમાં 1360 વિદ્યાર્થીઓ સી-1 ગ્રેડમાં, 831 વિદ્યાર્થીઓ સી-2 ગ્રેડમાં અને 122 વિદ્યાર્થીઓ ડી ગ્રેડ સાથે પાસ થયા છે.
માર્ચ-2023ની ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ 65.58 ટકા રહ્યું હતું. જયારે આ વર્ષે 82.45 ટકા જેટલું ઉંચુ પરિણામ આવેલ છે. જયારે ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)ની પરીક્ષાનું રાજકોટ જિલ્લાનું 93.29 ટકા પરિણામ આવેલ છે. જેની સાથે એ-વન ગ્રેડમાં 889 વિદ્યાર્થીઓ ઝળકયા છે.
રાજકોટ જિલ્લામાં ધો.12 કોમર્સ (સામાન્ય પ્રવાહ)ની પરીક્ષામાં 22617 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 22566 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 21,051 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
જિલ્લામાં ધોરાજી કેન્દ્રનું 94.89 ટકા ગોંડલ કેન્દ્રનું 91.89 ટકા જેતપુર કેન્દ્રનું 91.02 ટકા રાજકોટ પૂર્વ કેન્દ્રનું 91.72 ટકા રાજકોટ પશ્ર્ચિમ કેન્દ્રનું 93.82 ટકા જસદણ કેન્દ્રનું 94.22 ટકા અને જામકંડોરણા કેન્દ્રનું 90.81 ટકા પરિણામ આવેલ છે.
જયારે રાજકોટ દક્ષિણનું 95.07 ટકા ત્રંબા કેન્દ્રનું 96.55 ટકા પડધરી કેન્દ્રનું 90.82 ટકા રાજકોટ સેન્ટ્રલનું 91.42 ટકા રાજકોટ ઉત્તર કેન્દ્રનું 93.26 ટકા ભાયાવદર કેન્દ્રનું 96.71 ટકા વિંછીયા કેન્દ્રનું 96.01 ટકા રૂપાવટી કેન્દ્રનું 96.54 ટકા, વાંગધ્રા કેન્દ્રનું 98.45 ટકા અને આટકોટ કેન્દ્રનું 95.86 ટકા પરિણામ આવેલ છે.
સામાન્ય પ્રવાહની પરીક્ષામાં જિલ્લામાં વાંગધ્રા કેન્દ્રનું સૌથી ઉંચુ 98.45 ટકા પરિણામ આવેલ છે. શિક્ષણ બોર્ડના ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના રેકોર્ડ બ્રેક પરિણામથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ બનેલ છે. કોલેજો હવે વિદ્યાર્થીઓથી છલકાય જશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy