રાજકોટ લોકસભા બેઠકનાં મતદાનમાં 3.54% નો ઘટાડો : 59.60% વોટીંગ

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 11:32 AM
સૌ પ્રથમવાર ભાજપ-કોંગ્રેસ દ્વારા જીલ્લા બહારના ઉમેદવાર મુકાતા કેન્દ્રીયમંત્રી રૂપાલા અને ધાનાણી વચ્ચે કસોકસનો ખેલાયો ચૂંટણી જંગ: ક્ષત્રિય આંદોલન અને આકરા તાપની મતદાન પર અસર: ટંકારામાં સૌથી વધુ 65.88 ટકા અને રાજકોટ સાઉથમાં સૌથી ઓછુ 57.80 ટકા મતદાન: હવે તા.4 ના મત ગણતરી થતા સસ્પેન્સ ખુલશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.8
રાજયભરમાં ક્ષત્રિય આંદોલનના એપી સેન્ટર એવા રાજકોટની લોકસભાની બેઠકની ચૂંટણીમાં ગઈકાલે સવારનાં 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 59.60 ટકા મતદાન થવા પામેલ છે.

રાજકોટ લોકસભાની બેઠક ઉપર આ વખતે સૌ પ્રથમવાર ભા.જ.પ અને કોંગ્રેસ દ્વારા જીલ્લા બહારનાં ઉમેદવારો મુકાયા હતા. જેમાં ભા.જ.પ.નાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અને કોંગ્રેસનાં પરેશ ધાનાણી વચ્ચે કસોકસનો જંગ ખેલાયો હતો.

જોકે ક્ષત્રિય આંદોલન અને ગરમીનો પારો ગઈકાલે 42 ડીગ્રીએ પહોંચતા તેની મતદાન પર અસર થવા પામી છે.મતદાન બાદ પરિણામ અંગે સસ્પેન્સ રહેલુ છે ત્યારે હવે મતપેટીઓનાં પટારા ખુલતાં સસ્પેન્સ પરથી પરદો ઉંચકાશે.

રાજકોટ બેઠક પર 59.60 ટકા થયેલા મતદાનમાં સૌથી વધુ મતદાન ટંકારા વિધાનસભા વિસ્તારમાં 65.88 ટકા થવા પામેલ છે. જયારે સૌથી ઓછુ મતદાન 57.80 ટકા મતદાન રાજકોટ સાઉથમાં થયેલ છે. જયારે વાંકાનેરમાં 64.67 યકા રાજકોટ ઈસ્ટમાં 57.88 ટકા રાજકોટ વેસ્ટમાં 57.84 ટકા રાજકોટ રૂરલમાં 58.58 ટકા અને જસદણમાં 55.69 ટકા મતદાન થવા પામેલ છે.

ગત લોકસભાની ચૂંટણીમાં 63.14 ટકા મતદાન થવા પામેલ હતું. તેની સાપેક્ષમાં આ વખતે 59.60 ટકા મતદાન થતાં મતદાનની ટકાવારી 3.54 ટકાનો ઘટાડો થવા પામેલ છે.રાજકોટ લોકસભા બેઠક પર પુરૂષોનું 64.42 ટકા મહીલા મતદારોનું 54.43 ટકા અને અન્ય મતદારોનું 19 ટકા મતદાન થવા પામેલ હતું.

જેમાં નોંધાયેલા પુરુષ મતદારો 10,93,626માંથી 7,04,504 મતદારોએ (64.42 ટકા) મતદાન કર્યું છે. તો નોંધાયેલા મહિલા મતદારો 10,18,611માંથી 5,54,394 (54.43 ટકા) મહિલાઓએ મતદાન કર્યું છે. જ્યારે નોંધાયેલા અન્ય 36 મતદારોમાંથી સાત મતદારો (19 ટકા)એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જેમાં 66-ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં 129985 પુરુષ મતદારો, 122370 મહિલા મતદારો તેમજ 0 અન્ય મતદારો મળીને કુલ 252355 નોંધાયેલા છે. જેમાંથી 91882 પુરુષ મતદારો, 74358 મહિલા મતદારો મળીને કુલ 166240 મતદાન કર્યું છે. આમ પુરુષોનું 76.69 ટકા, સ્ત્રીઓનું 60.76 ટકા મળીને કુલ 65.88 ટકા મતદાન થયું છે.  

67-વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં 148421 પુરુષ મતદારો, 139136 મહિલા મતદારો તેમજ 2 અન્ય મતદારો મળીને કુલ 287559 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 102640 પુરુષ મતદારો, 83334 મહિલા મતદારો તેમજ અન્ય બે મતદાર મળીને કુલ 185976 મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું 69.15 ટકા, સ્ત્રીઓનું 59.89 ટકા, અન્યનું 100 ટકા મળીને કુલ 64.67 ટકા મતદાન થયું છે.  

68-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં 159575 પુરુષ મતદારો, 144313 મહિલા મતદારો તેમજ 9 અન્ય મતદારો મળીને કુલ  303897 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 99851 પુરુષ મતદારો, 76055 મહિલા મતદારો અને અન્ય બે મળીને કુલ 175908 મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું 62.57 ટકા, સ્ત્રીઓનું 52.70 ટકા, તથા અન્યના 22 ટકા મળીને કુલ 57.88 ટકા મતદાન થયું છે.  

69-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં 183183 પુરુષ મતદારો, 178102 મહિલા મતદારો તેમજ 04 અન્ય મતદારો મળીને કુલ 361289 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 113120 પુરુષ મતદારો, 95849 મહિલા મતદારો તથા અન્ય એક મળીને કુલ 208970 મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું 61.75 ટકા, સ્ત્રીઓનું 53.82 ટકા તથા અન્યના 25 ટકા મળીને કુલ 57.84 ટકા મતદાન થયું છે.  

70- રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં 133005 પુરુષ મતદારો, 125639 મહિલા મતદારો તેમજ 13 અન્ય મતદારો મળીને કુલ 258657 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 84165 પુરુષ મતદારો, 65346 મહિલા મતદારો તથા અન્ય બે મળીને કુલ 149513 મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું 63.28 ટકા, સ્ત્રીઓનું 5.01 ટકા તથા અન્યના 15 ટકા મળીને કુલ .57.80 ટકા મતદાન થયું છે.  

71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં 202649 પુરુષ મતદારો, 183024 મહિલા મતદારો તેમજ 08 અન્ય મતદારો મળીને કુલ 385681 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 129864 પુરુષ મતદારો, 96068 મહિલા મતદારો મળીને કુલ 225932 મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું 64.08 ટકા, સ્ત્રીઓનું  52.49 ટકા મળીને કુલ 58.58 ટકા મતદાન થયું છે.  

72-જસદણ વિધાનસભા મત વિસ્તારમાં 136808 પુરુષ મતદારો, 126027 મહિલા મતદારો તેમજ 0 અન્ય મતદારો મળીને કુલ 262835 મતદારો નોંધાયેલા છે. જેમાંથી 82982 પુરુષ મતદારો, 63382 મહિલા મતદારો મળીને કુલ 146366 મતદારોએ મતદાન કર્યું છે. આમ પુરુષોનું 60.66 ટકા, સ્ત્રીઓનું 50.29 ટકા મળીને કુલ 55.69 ટકા મતદાન થયું છે. હવે આગામી તા.4ના મત ગણતરી થતા પરિણામના સસ્પેન્સ પરથી પડદો ઉચકાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj