રાજકોટ, તા.9
રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે પણ અંગ દઝાડતા તાપથી નગરજનો અકળાયા હતા અને આજે પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થઇ જશે તેવી પૂરી શક્યતા છે.
સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજે બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 40.2 ડીગ્રી નોંધાયું હતું અને હવામાં ભેજ 26 ટકા રહ્યો હતો. જ્યારે પવનની ઝડપ મંદ પડીને માત્ર 6 કિ.મી. નોંધાતા બપોરે આકરા તાપનો અનુભવ થયો હતો. તેમજ પવન ધીમો પડી જતા મહત્તમ તાપમાન આજે પણ 42 ડીગ્રી ઉપર પહોંચી જાય તેવી શક્યતા છે.
જ્યારે આજરોજ સવારે 8-30 કલાકે રાજકોટનું તાપમાન 29 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 24.6 ડીગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત સવારે હવામાં ભેજ 72 ટકા નોંધાયો હતો અને પવનની સરેરાશ ઝડપ 12 કિ.મી. નોંધાવા પામી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy